નવી દિલ્હીઃ ટ્રેન ટ્રાન્સપોર્ટનું એક માધ્યમ છે અને તેને હોટલ, મેસ અથવા કેન્ટીન ન માની શકાય. આ વાત ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગ્સે પોતાના એક ઓર્ડરમાં કહી છે. AAR નો આ ઓર્ડર રેલવેમાં ભોજન ઉપલબ્ધ કરાવનારા લોકો માટે મોટી સમસ્યા પેદા કરી શકે છે.
દિલ્હી એએઆરે પોતાના ઓર્ડરમાં કહ્યું છે કે ટ્રેનમાં ફૂડના સપ્લાય પર સામાન્ય જીએસટી લાગશે. ગત વર્ષે સરકારી સરક્યુલર દ્વારા લાગૂ કરવામાં આવેલા 5 ટકાનો છૂટછાટ સાથે આપવામાં આવેલો જીએસટી આના પર લાગુ નહી પડે. આમતો ઈન્ડસ્ટ્રીએ કેટલીક સર્વિસ પર અલગ-અલગ જીએસટી લાગવાની બાબતે સરકાર અને જીએસટી કાઉંસીલ સાથે વાત કરી છે. તેમનું કહેવું છે કે આનાથી આગળ જતા વિવાદ ઉભો થઈ શકે છે.
આઉટડોર કેટરિંગ પર 18 ટકા જીએસટી લાગે છે જ્યારે કેન્ટીન સર્વિસ પર 5 ટકા ટેક્સ છે. મેસ અથવા કેન્ટીન જેવી સુવિધાઓ તરફથી ઉપ્લબ્ધ કરાવવામાં આવતા ફૂડ અથવા બેવરેજ પર લાગનારા જીએસટીને નવેમ્બરમાં ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યો હતો. આનાથી ઈંડિયન રેલવેને જાન્યુઆરી વાળા સપ્લાયથી એક સર્ક્યુલર દ્વારા 5 ટકાના બ્રેકેટમાં નાખી દેવામાં આવ્યો છે.