નવી દિલ્હીઃ ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રીસર્ચે આવનારા નાણાકીય વર્ષ માટે દેશનો ઈકોનોમિક ગ્રોથ વધીને 7.1 ટકા રહેવાની આશાઓ વ્યક્ત કરી છે. આ વર્ષ માટે આ ધારણા 6.5 ટકા છે. વપરાશકર્તાઓની માગ વધવાથી અને કોમોડિટીની કીમતો નીચી રહેવાથી ઈકોનોમિક ગ્રોથને તેજી મળશે.
ઈંડિયા રેટિંગ્સે 2018-19ના પોતાના આઉટલુકમાં જણાવ્યું છે કે જીએસટી અને ઈન્સોલ્વંસી અને આઈબીસી જેવા સ્ટ્રક્ચરલ રિફોર્મ્સના કારણે ગ્રોથમાં ધીમે ધીમે વધારો જોવા મળશે. ફિચ રેટિંગ્સની સબ્સિડિયરી ઈંડિયા રેટિંગ્સ એંડ રિસર્ચે જણાવ્યું છે કે જીએસટીની અસર ઈકોનોમી પર મીડિયમ ટર્મથી લોંગ ટર્મમાં થઈ શકે છે. જો કે નોટબંધીની ઈંમ્પેક્ટ મામલે આમ ન કહી શકાય.
ઈંડિયા રેટિંગ્સે પ્રતિવર્ષના આધાર પર 2018-19માં જીડીપી ગ્રોથ રેટ 7.1 ટકા રહેવાની અપેક્ષાઓ વ્યક્ત કરી છે. આ એડીબી અને ઈંટરનેશનલ મોનિટરી ફંડના 7.4 ટકાના અનુમાનથી ઓછું છે.