બજેટ 2018: ડ્યૂટી વધશે તો મોંઘા થશે આયાતી મોબાઈલ ફોન અને ઈલેક્ટ્રોનિક્સ સાધનો

નવી દિલ્હીઃ બજેટમાં મેક ઈન ઈન્ડિયાને વેગ આપવા માટે કસ્ટમ્સ ડ્યૂટીનો વ્યાપ વધારવામાં આવી શકે છે. આ પગલાંથી આયાતી હાઈ-એંડ મોબાઈલ ફોન અને ઈલેકટ્રોનિકની વસ્તુઓ મોંઘી થઈ શકે છે. અત્યારે ઉપયોગમાં લેવાતી પ્રિંટેડ સર્કિટ બોર્ડ, કેમેરા મોડ્યુલ અને ડિસ્પ્લે પર ડ્યૂટી નથી લાગતી. બજેટમાં આ કંપોનંટ્સ પર બેઝિક કસ્ટમ ડ્યૂટી લગાવવામાં આવે તેવી શક્યતાઓ છે.

આ કારણે ઈનવર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચરને લઈને સમસ્યાનુ સમાધાન પણ આવી શકે છે. આ સમસ્યા ફિનિશ્ડ ગુડ્સ પર તેમાં લગાવવામાં આવતા કંપોનેંટ્સની તુલનાએ ઓછી ડ્યુટી લાગવાના કારણે જોડાયેલી છે. જીએસટી લાગુ થયા બાદ કેંદ્ર સરકારના બજેટના વર્તુળમાં માત્ર કસ્ટમ્સ ડ્યૂટી બચી છે.

સરકાર દેશને માત્ર એક એસેંબલી હબની જગ્યાએ મેન્યુફેક્ચરિંગનું પણ મોટું સ્થાન બનાવવા ઈચ્છે છે. સરકારે 1 જુલાઈના રોજ મોબાઈલફોન પર 10 ટકાની બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી લગાવી હતી અને 14 ડિસેમ્બરના રોજ તેને વધારીને 15 ટકા કરવામાં આવી હતી. ડિજિટલ કેમેરા, માઈક્રોવેવ ઓવન, ટેલિવિઝન સેટ અને ઈમ્પોટેડ એલઈડી લાઈટ પર પણ કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી હતી.