મોદી સરકારનું મોટુ પગલું, માત્ર 10 રુપિયામાં મળશે સારવાર

નવી દિલ્હીઃ સામાન્ય માણસને સારી સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવવા માટે મોદી સરકારે આયુષ્માન ભારત યોજના બાદ અન્ય એક મોટું પગલું ભર્યું છે. આ અંતર્ગત હવે દેશનો સામાન્ય માણસ માત્ર 10 રુપિયામાં ઈએસઆઈસીની હોસ્પિટલોમાં પોતાની સારવાર કરાવી શકશે. આ સીવાય જો કોઈ દર્દી આ હોસ્પિટલમાં ભરતી થાય તો તેને કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા રેટના માત્ર 25 ટકા જેટલા જ પૈસા ચૂકવવા પડશે.

કેન્દ્રીય લેબર મિનિસ્ટર સંતોષ કુમાર ગંગવારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. હવે એવા લોકો પણ ઈએસઆઈસી હોસ્પિટલોમાં મેડિકલ સુવિધાઓનો ફાયદો ઉઠાવી શકશે કે જે લોકો પાસે વીમો નથી. એટલે કે હવે કોઈપણ વ્યક્તિ 10 રુપિયા ઈએસઆઈસી હોસ્પિટલોમાં ઈલાજ કરાવી શકશે. આ સીવાય જો કોઈ દર્દી હોસ્પિટલમાં દાખલ થાય છે તો તેને સીજીએસએસ પેકેજના માત્ર 25 ટકા જ પૈસા આપવાના થશે. દર્દીને દવાઓ તેની વાસ્તવિક કીંમત પર આપવામાં આવશે. આનાથી સામાન્ય માણસોને સસ્તા દર પર ઉચ્ચસ્તરીય ઈલાજની સુવિધા મળશે.

વર્તમાન સમયમાં ઈએસઆઈસીમાં સોશિયલ સિક્યોરિટી ઓફીસર, ઈન્શ્યોરન્સ મેડિકલ ઓફિસર ગ્રેડ-2, જૂનિયર એન્જીનિયર, ટેક્નિકલ ફેસેલિટઝ, પેરામેડિકલ અને નર્સિંગ કેડર, યૂડીસી અને સ્ટેનોના 5200 પદો પર નિયુક્તિની પ્રક્રિયા ચાલી રહી છે.

અત્યારે દેશભરમાં ઈએસઆઈસીની 151 હોસ્પિટલો છે. આ હોસ્પિટલોમાં સામાન્યથી લઈને ગંભીર બિમારીઓની સારવારની સુવિધા પણ ઉપ્લબ્ધ છે. અત્યાર સુધી ઈએસઆઈસી હોસ્પિટલમાં ઈએસઆઈસીના કવરેજમાં સમાવિષ્ટ લોકોનો જ ઈલાજ થઈ શકતો હતો પરંતુ હવે સરકારે આના માટે સામાન્ય લોકો માટે પણ ખોલી દીધી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]