તેજીથી આગળ વધતા શહેરોમાં હશે ભારતનો દબદબો, 20 માંથી 17 શહેર હશે ભારતનાઃ રિપોર્ટ

નવી દિલ્હીઃ ગ્લોબલ ઈકોનોમિક રિસર્ચ રિપોર્ટ અનુસાર દુનિયાના તેજ ગતીથી આગળ વધતા શહેરોમાં ભારતનો દબદબો રહેશે. 20 માંથી 17 શહેર ભારતના હશે. ઓક્સફોર્ડ ઈકોનોમિક્સનો એક રિપોર્ટ કે જે વૈશ્વિક પૂર્વાનુમાન અને માત્રાત્મક વિશ્લેષણ કરે છે તેના અનુસાર જ્યારે ભવિષ્યના સકળ ઘરેલૂ ઉત્પાદનોની તુલના કરાશે ત્યારે સ્ટોરી આખી અલગ હશે. 2019 થી 2035 વચ્ચે દુનિયાના તેજ ગતીથી આગળ વધતા શહેરોની સંખ્યામાં 17 ભારતથી હશે.

આ શહેરોમાં હૈદરાબાદ, બેંગ્લોર અને ચેન્નઈ જેવા શહેરો મજબૂત દાવેદાર હશે. દુનિયાના તેજ ગતીથી આગળ વધતા શહેરોની યાદીમાં સૂરત નંબર વન પર રહેશે. ત્યારબાદ આગ્રા અને બેંગ્લોરનો નંબર આવશે. ચોથા નંબર પર હૈદરાબાદ, પાંચમા સ્થાન પર નાગપુર, છઠ્ઠા નંબરે તિરુપુર, સાતમા નંબર પર રાજકોટ અને આંઠમા નંબર પર તિરુચિરાપલ્લી, નવમા નંબર પર ચેન્નઈ અને દસમા નંબર પર વિજયવાડા રહેશે. સૂરત હીરા વ્યાપાર અને પ્રસંસ્કરણનું પ્રમુખ કેન્દ્ર છે અને અહીંયા આઈટી ક્ષેત્ર ખૂબ મજબૂત છે. બેંગ્લોર, હૈદરાબાદ અને ચેન્નઈને ટેક્નિકલ હબ અને ફાઈનાંશિયલ કંપનીઓનું હબ માનવામાં આવે છે.

ભારત સીવાય વાત કરવામાં આવે તો ફ્નોમ ફેન દુનિયાના તેજ ગતીથી આગળ વધતા શહેરો પૈકી એક છે. ત્યારબાદ ડાર ઈસ સલામનો નંબર આવે છે જે આફ્રિકાનું શહેર છે. જનસંખ્યા અનુસાર 2035 સુધી મુંબઈ ટોપ 10 શહેરોમાં શામિલ હશે. ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના વૈશ્વિક શહેરોની શોધના હેડ રિચર્ડ હોલ્ટે જણાવ્યું કે 2035 સુધીમાં ભારતીય શહેરોના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ચીનના શહેરોની તુલનામાં ખૂબ ઓછી રહેશે. જો કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટની વૃદ્ધિ મામલે ભારતના શહેરો અમારા પૂર્વાનુમાનમાં ખૂબ સારુ પ્રદર્શન કરવાના છે.