નવી દિલ્હીઃ જન-ધન અકાઉન્ટ બાદ મોદી સરકાર હવે એક નવું અકાઉન્ટ લાવવાની તૈયારીમાં છે. આ અકાઉન્ટનું નામ હશે ગોલ્ડ સેવિંગ અકાઉન્ટ. આ અકાઉન્ટ પણ સામાન્ય અકાઉન્ટની જેમ જ બેંકોની બ્રાંચમાં ખુલશે. કોઈપણ વ્યક્તિ આ અકાઉન્ટને ખોલાવી શકશે. તાજેતરમાં જ નીતિ આયોગે નાણા મંત્રાલયને ગોલ્ડ સેવિંગ અકાઉન્ટ શરુ કરવાની ભલામણ કરી છે. આના પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે.
ગોલ્ડ સેવિંગ એકાઉન્ટની ખાસિયત એ હશે કે તમે બેન્કમાં જઇને રકમ જમા કરશો. પરંતુ તમારી પાસબૂકમાં આ રકમના બદલે સોનાની માત્રા જમા થશે. માનો કે તમે બેન્કમાં જઇને રૂ.15,000 જમા કરો છો અને તે વખતે સોનાની કિંમત રૂ.30,000 પ્રતિ 10 ગ્રામ ચાલી રહી હોય તો તમારા ખાતામાં 5 ગ્રામ સોનુ ચડશે. તમારે ઓછામાં ઓછા 1 ગ્રામ સોનાની કિંમત જેટલી રકમ બેન્કમાં જમા કરવાની રહેશે. ભલામણ અનુસાર ગ્રાહકોને જરૂરીયાતના સમયે ગોલ્ડ સેવિંગ એકાઉન્ટમાંથી રકમ કે સોનુ ગમે તેનો ઉપાડ કરવાની સુવિધા મળશે.
માની લો કે તમારા ખાતમાં એક કિલોગ્રામ સોનુ છે અને માર્કેટ પ્રાઈઝ અનુસાર તેની કિંમત તે સમયે 30 લાખ રૂપિયા છે. તો તમે ઇચ્છો તો બેન્ક ખાતામાંથી 30 લાખ રૂપિયા કે પછી એક કિલોગ્રામ સોનુ ઉપાડી શકે છો. તે મારી મરજીની વાત છે.
સામાન્ય એકાઉન્ટની જેમ જ આ એકાઉન્ટમાં ગ્રાહકને વ્યાજ પણ મળશે. વ્યાજનો દર પછીથી નક્કી કરવામાં આવશે. તે તમારા ખાતામાં ઉમેરાતું જશે. વ્યાજનો દર પછીથી નક્કી કરાશે. ગોલ્ડ બોન્ડની જેમ તમારે તમારી રકમ ઉપાડવા માટે કોઇ ચોક્કસ સમય ગાળા સુધી રાહ જોવી નહિ પડે. તમે ઇચ્છો ત્યારે બેન્કની શાખામાં જઇને સોનુ કે રકમ ઉપાડી શકશો.