આઇસી15 ઇન્ડેક્સમાં 494 પોઇન્ટની સાધારણ વૃદ્ધિ

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટને પાછલા બે દિવસોમાં લાગેલા ઘસારા બાદ શુક્રવારે સાધારણ વૃદ્ધિ જોવા મળી હતી.

શુક્રવારે અમેરિકન શેરબજાર વધીને ખૂલવાનો સંકેત છે. ઈક્વિટી અને ક્રીપ્ટોકરન્સી એ બન્ને એસેટ ક્લાસનાં ફંડામેન્ટલ્સની તુલનાએ વધુ તીવ્ર ઘટાડા આવ્યા હોવાનું રોકાણકારોને સમજાયું છે.

ક્રીપ્ટોકરન્સી માર્કેટની વાત કરીએ તો, ઓનચેઇન એનાલિટિકલ આંકડાઓ દર્શાવે છે કે પાછલા 12 કલાકમાં તમામ ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ મળીને 60 ટકા કરતાં વધારે શોર્ટ પોઝિશનનું લિક્વિડેશન થયું હતું. બિટકોઇનમાં તેનું પ્રમાણ લગભગ 70 ટકા રહ્યું હતું.

શુક્રવારે સાંજ સુધીમાં બિટકોઇન લગભગ 1 ટકો સુધરીને 43,700 ડોલરના ભાવની નજીક પહોંચ્યો હતો. બીજા ક્રમાંકની ક્રીપ્ટોકરન્સી – ઈથેરિયમમાં 2 ટકા વૃદ્ધિ સાથે ભાવ 3,300ની સપાટીએ પહોંચ્યો હતો. ટોચના વધેલા ઓલ્ટરનેટિવ કોઇનમાં અવાલાંશ નેટિવ કોઇન લગભગ 5 ટકા વધ્યો હતો. ટેરા ફાઉન્ડેશને પોતાના સ્ટેબલકોઇનના અનામત જથ્થામાં 100 મિલ્યન ડોલર મૂલ્યના અવાલાંશ કોઇન ઉમેરવાનું જાહેર કર્યા બાદ ઉક્ત વૃદ્ધિ થઈ હતી.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.76 ટકા (494 પોઇન્ટ) વધીને 65,198 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 64,704 ખૂલીને 65,876 સુધીની ઉપલી અને 63,828 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
64,704 પોઇન્ટ 65,876 પોઇન્ટ 63,828 પોઇન્ટ 65,198

 

પોઇન્ટ

ડેટાનો સમયઃ 8-4-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]