વોશિંગ્ટનઃ માઇક્રોસોફ્ટે 1800 નોકરીઓમાં કાપ મૂકશે. જોકે એ માળખાકીય બદલાવ સ્વરૂપે હશે. કંપનીએ 30 જૂને નાણાકીય વર્ષ પૂરું થયા પછી તેની એન્ટરપ્રાઇઝ ટીમો અને એમની કામગીરીને પુનઃ સંગઠિત કરી હતી. કંપનીએ કહ્યું હતું કે કંપની વિવિધ કામગીરી માટે નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવા માગે છે અને ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં કર્મચારીઓની સંખ્યામાં વધારો થશે. જોકે કંપની નવી ભરતી પ્રક્રિયા ધીમી હશે.
કંપનીના કુલ 1,80,000 કર્મચારીઓમાંથી કંપનીની છટણી એક ટકાથી પણ ઓછી હશે, પણ આ પ્રક્રિયા માળખાકીય ફેરફારના ભાગરૂપે હશે. આ પ્રક્રિયામાં વિચારવિમર્શ કરવા અને બાયર અને સાથી કર્મચારીઓના વિકલ્પોની સાથે અનેક ટીમો સામેલ હશે અને એ સંપૂર્ણ ભૌગોલિક પ્રદેશમાં હશે, એમ રેડમન્ડે કહ્યું હતું.
કંપની પાસે હાલ કામ કરવાની ઓછી વરાઇટી છે, પણ અન્ય કંપનીઓની જેમ અમે પણ એન્ટરપ્રાઇઝની પ્રાથમિકતાને નિયમિત રીતે જાણીએ છે અને માળખાકીય બદલાવ કરતા રહીએ છીએ. ચોથી જુલાઈના વેકેશન પછી કંપની કેટલીક વાર છટણી કરતી રહી છે, કેમ કે નવા નાણાકીય વર્ષના માળખાકીય બદલાવ માટે ખૂબ જરૂરી છે. જોકે કંપનીએ હોમ વિન્ડો અને વર્કપ્લેસની ટીમોની ભરતી પ્રક્રિર્યા ધીમી કરી છે., એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.