આઇસી15 ઇન્ડેક્સ 1,372 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ સ્ટોક માર્કેટની રાહે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ફરીથી નરમાશ આવી ગઈ છે. તેને પગલે બિટકોઇન ફરી 20,000 ડોલરની સપાટીની નીચે ચાલી ગયો છે.

અમેરિકામાં સ્ટોક્સ ફ્યુચર્સ ઉપરાંત ક્રૂડના ભાવ અને બોન્ડની ઊપજમાં ઘટાડો થયો હતો. ડોલર મજબૂત બન્યો છે અને રોકાણકારોને મંદીની ચિંતા ફરી સતાવવા લાગી છે.

નાણાંની પ્રવાહિતામાં ઘટાડો થવાને પગલે ક્રીપ્ટોકરન્સીમાં કામકાજ ઘટ્યું છે. ફેડરલ રિઝર્વ ફુગાવાને ડામવા માટે વ્યાજદરમાં વધારો કરવા કૃતનિશ્ચય છે અને તેને લીધે અનિશ્ચિતતા વધી ગઈ છે. આ નિરાશાવાદ વચ્ચે ક્રીપ્ટોનું માર્કેટ કેપિટલાઇઝેશન ચોવીસ કલાકના ગાળામાં ચાર ટકા ઘટી ગયું છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 5.01 ટકા (1,372 પોઇન્ટ) ઘટીને 26,019 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 27,394 ખૂલીને 27,627 સુધીની ઉપલી અને 25,830 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
27,394 પોઇન્ટ 27,627 પોઇન્ટ 25,830 પોઇન્ટ 26,019 પોઇન્ટ

ડેટાનો સમયઃ 12-7-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)