એપલને પાછળ રાખી માઈક્રોસોફ્ટ બની ‘મોસ્ટ-વેલ્યૂએબલ-કંપની’

ન્યૂયોર્કઃ દુનિયાની સૌથી વધારે વેલ્યૂએબલ પબ્લિક કંપની તરીકેનો તાજ એપલ કંપનીએ ખોઈ દીધો છે. આ તાજની માલિક હવે માઈક્રોસોફ્ટ બની ગઈ છે. શેરબજારમાં આઈફોન સ્માર્ટફોન ઉત્પાદક કંપની એપલનો શેર વધારે ગગડ્યો હતો.

વૈશ્વિક સ્તરે સપ્લાય ચેનની સમસ્યાને કારણે નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં એપલના ઉત્પાદનોમાં 6 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે. કંપનીના બોસ ટીમ કૂકે કબૂલ કર્યું છે કે હાલના હોલિડે સેલ્સના ક્વાર્ટરમાં અસર વધારે ખરાબ થઈ શકે છે. બીજી બાજુ, માઈક્રોસોફ્ટનો શેર આ વર્ષે 45 ટકા ઉછળ્યો છે. કોરોનાવાઈરસ રોગચાળો ફેલાતા માઈક્રોસોફ્ટની ક્લાઉડ-આધારિત સેવાઓની માંગ વધતાં કંપનીનું વેચાણ વધી ગયું.