સબ્સિડીવાળા રાંધણ ગેસનું સિલીન્ડર રૂ. 2.89, સબ્સિડી વગરનું સિલીન્ડર રૂ. 59 મોંઘું થયું

નવી દિલ્હી – ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને એક નિવેદનમાં જણાવ્યું છે કે ગેસ સિલીન્ડરો પર જીએસટી લાગુ કરાવાને લીધે સબ્સિડીવાળા ઘરેલુ એલપીજી ગ્રાહકોએ સિલીન્ડર દીઠ રૂ. 2.89 વધારે ચૂકવવા પડશે.

સબ્સિડી વગરના રાંધણ ગેસના સિલીન્ડરમાં રૂ. 59નો વધારો કરવામાં આવ્યો છે.

નવો ભાવવધારો આજે મધરાતથી લાગુ થશે.

ક્રુડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલા ફેરફાર તેમજ વિદેશી હુંડિયામણના વિનિમય દરમાં પણ ફેરફારો થતા હોવાને કારણે રાંધણ ગેસના સિલીન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, એવું આઈઓસીનું કહેવું છે.