દુબઈમાં લાગ્યું અનોખું ચંપલ સેલ, કીમત માત્ર 1,23,36,05,000 રુપિયા….

દુબઈઃ ચંપલનું સેલ લાગવો એ કોઈ મોટી વાત નથી. પરંતુ દુબઈમાં લાગેલા એક ચંપલના સેલની ચર્ચા અત્યારે ચોતરફ થઈ રહી છે. હકીકતમાં સેલમાં આમ તો ઘણા પ્રકારના ચંપલ છે પરંતુ આમાંથી એક ચંપલ એવા પણ છે જેની બનાવટ અને કીંમત સાંભળી સહુકોઈ અચંબિત થઈ ગયા છે. આ ચંપલ કંઈક અલગ જ પ્રકારના અને ખૂબ ખાસ એટલા માટે છે કારણ કે આ ચંપલમાં સોનું, રેશમ, હીરા જડવામાં આવ્યા છે.

આ ચંપલની કીંમત 17 મિલિયન ડોલર એટલે કે 1,23,36,05,000 રુપિયા છે. આ ચંપલની ખાસીયત એ છે કે આ લેધરના બનેલા છે અને આના પર સોનાનું પ્લેટિંગ કરવામાં આવ્યું છે. તો આ સાથે જ ચંપલની ચારે તરફ હીરા જડવામાં આવ્યા છે. બંન્ને પગના ચંપલમાં બે મોટા આકારના હીરા જડવામાં આવ્યા છે. આ હીરા 15 કેરેટના છે. તો આ સાથે જ અન્ય નાના નાના હીરાની એક મોટી લાઈન આ ચંપલમાં લગાવવામાં આવી છે.

આ ચંપલને પલટિયાલ બુર્જ અલ અરબ હોટલના ટોપ ફ્લોર પર રાખવામાં આવ્યા છે. પૈશન જ્વેલર્સના ચીફ એક્ઝીક્યુટિવ હિમાની કરમચંદાનીના જણાવ્યા અનુસાર દુબઈ અરબપતિઓનું શહેર છે. અહીંયા આ પ્રકારના ચંપલ ખરીદનારા ગ્રાહક મળી શકે છે. તેમણે જણાવ્યું કે આવતી વખતે અમે હીરા નહી પરંતુ લાલ મણિ અને નીલમણિથી જડીત ચંપલ બનાવવાનો પ્રયત્ન કરીશું. આ ચંપલને બનાવવાનો આઈડિયા કરમચંદાનીના 26 વર્ષના પાર્ટનર મારિયા-મજારીએ તેમને આપ્યો હતો.

મારિયાએ ફેશન ડિઝાઈનિંગનો અભ્યાસ દુબઈ અને લંડનમાં કર્યો છે. મારિયાએ પોતાના રિસર્ચમાં જોયું કે બજારમાં મોંઘામાં મોંઘા કપડા અને બેગ ઉપ્લબ્ધ છે પરંતુ મોંઘા ચંપલની બજારમાં કમી છે. અને એટલા માટે જ તેમણે મોંઘા ચંપલ બનાવવા મામલે વિચાર્યું. તો આ સાથે જ એક ખાસ વાત એ પણ છે કે આ ચંપલ ખરીદનારને લાઈફ ટાઈમ વોરંટી પણ આપવામાં આવશે. એટલે કે આ ચંપલની ખરીદી કરનાર ગ્રાહક જો આ ચંપલ પહેરવાનું છોડી દે તો તેઓ આને પાછા પણ આપી શકે છે.