નવી દિલ્હીઃ સરકારે LICને 10 વર્ષની અંદર 25 ટકા મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગ (MPS) હાંસલ કરવાની છૂટ આપી છે, એમ જાહેર ક્ષેત્રની વીમા કંપનીએ માહિતી આપી હતી. દેશની સૌથી મોટી ઇન્સ્યોરન્સ કંપની LIC મે, 2022માં શેરબજારમાં લિસ્ટેડ થઈ હતી.
કેન્દ્ર સરકારે LICના શેરો IPOના માધ્યમથી 22.13 કરોડથી વધુ શેર એટલે કે 3.5 ટકા હિસ્સો વેચ્યો હતો. કંપનીમાં હાલ સરકારનો 96.5 ટકા હિસ્સો છે. કંપનીએ શેરબજારને યાદીમાં જણાવ્યું છે કે આર્થુક બાબતોના વિભાગે LICને લિસ્ટેડ થયો ત્યારથી 10 વર્ષની અંદર એટલે કે મે, 2032 સુધી 25 ટકા MPS હાંસલ કરવા માટે છૂટ આપી છે.
સરકારે આ વર્ષના પ્રારંભમાં રેગ્યુલેશનમાં સુધારા કર્યા હતા, જેથી જાહેર ક્ષેત્રની કંપનીઓ અને બેન્કોના ખાનગીકરણ પછી જરૂરિયાત અનુસાર જનહિતમાં 25 ટકા MPS હાંસલ કરવામાંથી છૂટ મળી શકે. જોકે LICને આ છૂટ સરકાર નિયંત્રિત કંપનીઓ પૂરતી મર્યાદિત છે. સરકારે આ સુધારો જાન્યુઆરીમાં કર્યો હતો અને એને સરકારનો હિસ્સો વેચ્યા પછી પણ એમાં લાગુ પડશએ., જેથી રોકાણકારો જાહેર ક્ષેત્રની કંપનીમાં હિસ્સો હસ્તગત કરી શકે.
જોકે સરકારે જુલાઈ, 2021માં બધી જાહેર ક્ષેત્રની લિસ્ટેડ કંપનીઓને MPS હેઠળ છૂટ આપેલી છે. કંપનીનો શેર ચાર ટકા વધીને રૂ. 792ની આસપાસ ટ્રેડ કરતો હતો.