નવી દિલ્હીઃ જો તમે નેટફ્લિક્સ, DTH અને અન્ય સર્વિસિસનો ઉપયોગ કરો છો તો એ તમારા માટે જાણવું ખૂબ જરૂરી થાય છે કે તમારી એ સર્વિસિસ બંધ પણ થઈ શકે છે. એનું કારણ RBIના નવા નિયમ. જો તમે આ સર્વિસિસનાં બિલોની ચુકવણી અને રિચાર્જ કરવા માટે ઓટો-પેમેન્ટ પદ્ધતિનો ઉપયોગ કરો છો તો તમારે હવે રિઝર્વ બેન્કના નવા આદેશો માનવા પડશે.
RBIનો શું છે નવો આદેશ?
RBIના નવા આદેશો મુજબ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, UPI અથવા કોઈ પણ PPI એટલે કે પ્રિપેડ પેમેન્ટ્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ કરીને કરવામાં આવેલા વ્યવહાર માટે હવે AFA એટલે કે એડિશનલ ફેક્ટર ઓથેન્ટિકેશનની જરૂર પડશે. એ ફરજિયાત હશે.
એક ઓક્ટોબરથી નવા નિયમ
આ ઓટો પેમેન્ટ માટે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ કેટલાક નિયમ રજૂ કર્યા છે. એ નિયમ એક ઓક્ટોબરથી લાગુ થશે. આ નિયમોને લઈને કેટલીય બેન્કોએ યુઝર્સને નોટિફાઇ કરવાનું શરૂ કર્યું છે. રિઝર્વ બેન્કના આ નવા નિયમ નેટફ્લિક્સ, હોટસ્ટાર, પ્રાઇમ વિડિયોઝ, મોબાઇલ અને DTH રિચાર્જને અસર કરી શકે છે.
એક ઓક્ટોબરથી એડિશનલ ફેક્ટર ઓન્થેટિકેશન વિના ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો કોઈ પણ વ્યવહાર પ્રોસેસ નહીં કરવામાં આવે.બેન્કોએ સ્પષ્ટ કર્યું છે. મોડિફિકેશનથી માંડીને રજિસ્ટ્રેશન અને અહીં સુધી કે કોઈ પણ સર્વિસને ડિલીટ કરવા માટે પણ તમારે AFAની જરૂર પડશે.
યુઝર્સને ઓટો પે ડેબિટના 24 કલાક પહેલાં પ્રી-ડેબિટ નોટિફિકેશન (SMS-Mail) મળશે. એમાં એક લિન્ક આપવામાં આવશે. જેનાથી વ્યવહાર-મેન્ડેટથી ઓપ્ટ-આઉટ પણ કરી શકો છો. તમે સ્થાયી નિર્દેશને મોડિફાઇ, કેન્સલ અથવા પછી વ્યુ પણ કરી શકો છો. તમે કાર્ડ પર મહત્તમ લિમિટ પણ ફિક્સ્ડ કરી શકો છો.