પાકિસ્તાનથી આવતી 10 વસ્તુઓ એવી છે કે જેને ભારતીયો પસંદ કરે છે

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન બંન્ને દેશો વચ્ચે અત્યારે જે સ્થિતી છે, તેનાથી આપણે સહુ પરિચિત છીએ. પરંતુ પાકિસ્તાનની 10 વસ્તુઓ છે છે જે ભારતથી પાકિસ્તાન આવે છે અને અહીં ખુબ ડિમાન્ડ પણ છે. પુલવામા હુમલા બાદ ભારત સરકારે જ્યારથી 200 ટકા આયાત ડ્યૂટી લગાવી છે, ત્યારથી આ આયાત પર જરૂરી અસર પડી છે.

પાકિસ્તાનથી ભારતમાં આયાત 2016-17ની તુલનામાં 2017-18માં વધી હતી. પહેલા પાકિસ્તાન 455.5 બિલિયન ડોલરની આયાત ભારત કરતું હતું તો 2017-18માં તે વધીને 488.5 મિલિયન ડોલર થઈ ગયું.

2017માં પાકિસ્તાનથી મોટી માત્રામાં ફળ ભારત આવ્યા. તેમાં ડ્રાઈફ્રૂટ્સ, તરબૂચા અને અન્ય ફળ હતા. પાકિસ્તાનના આ તાજા ફળોનું એક મોટુ બજાર ભારતમાં છે. એટલું નહીં પાકિસ્તાનની કેરીને પણ ભારતમાં પસંદ કરવામાં આવે છે. આંકડા દર્શાવે છે કે, 2017માં 89.62 મિલિન ડોલર એટલે કે, 63 કરોડના ફળ ભારત ખરીદ્યા. પાકિસ્તાનથી આવતા ફળ કાશ્મીરના બજારમાં અથવા દિલ્હીના માર્કેટમાં આવે છે.

બીજા નંબર પર મીઠુ, સલ્ફર, પત્થર, ચૂનો અને સિમેન્ટ ભારતમાં વેચાય છે. ભારતમાં લોકપ્રિય બિનાની સિમેન્ટ પાકિસ્તાનમાં જ બને છે. જ્યારે વ્રતમાં ઉપયોગમાં લેવામાં આવતું સિંધાલૂણ મીઠુ પણ પાડોશી દેશથી મોકલવામાં આવે છે. આ સિવાય મુલ્તાની માટી પાકિસ્તાનથી આવે છે.

ચામડાના સામાન અને મેડિકલ ઉપકરણ પણ પાકિસ્તાનથી આવે છે, આશ્ચર્ય થઈ શકે છે પરંતુ પાકિસ્તાનમાં પેટ્રોલિયમ ઉત્પાદ તેલ પણ મોકલે છે. આપણા દેશમાં ઉપયોગમાં લેવાામાં આવતા ચશ્મામાં પણ મોટી માત્રામાં ઓપ્ટિકલ્સ પાકિસ્તાનથી આવે છે. કેટલાએ મેડિકલ ઉપકરણ પણ આપણે ત્યાંથી મંગાવી છીએ.

પાકિસ્તાન મોટી માત્રામાં આપણને કોટન નિર્યાત કરે છે. સાતમા નંબર પર ઈસ્પાત અને સ્ટીલનો નંબર છે. જે તાંબાનો આપણે ઉપયોગ કરીએ છીએ, તે પણ મોટી માત્રામાં પાકિસ્તાનથી આવે છે. નવમા નંબર પર ગેર કાર્બનિક કેમિકલ્સ, મેટલ કમ્પાઉન્ડ આપણે પાકિસ્તાનથી મંગાવીએ છીએ. આમાં 10માં નંબર પર ખાંડમાંથી બનતી કન્ફેક્શનરી વસ્તુઓ છે.

હવે એ પણ જાણીએ કે કઈ પાકિસ્તાની બ્રાંડ ભારતમાં પસંદ કરવામાં આવે છે. આ બ્રાંડ કાશ્મીરમાં તો બધે જ મળે છે, સાથે ઉત્તર ભારતમાં પણ ખુબ લોકપ્રિય છે. પાકિસ્તાનનું એમ્બ્રોડરી અને કોટન ફેબ્રિક બ્રાંડ બેરોજીના બે સ્ટોર, એટલું જ નહી લાહોરના કૂર્તા, પેશાવરી ચપ્પલો પણ દિલ્હીમાં વેચાય છે અને તેને પસંદ કરનારા પણ ઓછા નથી.