નવી દિલ્હીઃ ભારતીય સ્ટાર્ટઅપ હલમાં નવા મૂડીરોકાણની તંગી સામે ઝઝૂમી રહ્યું છે. નવું મૂડીરોકાણ નથી આવી રહ્યું, જ્યારે હાલના રોકાણકાર પણ વેલ્યુએશનથી સમજૂતી કરીને મૂડીરોકાણ કરવાના વાયદા કરી રહ્યા છે. દેશમાં પ્રાઇવેટ ઇક્વિટી અને વેન્ચર કેપિટલ ફંડના મૂડીરોકાણમાં ઘટાડોનો સિલસિલો મેમાં પણ જારી રહ્યો હતો. કુલ મળીને મૂડીરોકાણનું મૂલ્ય ઘટીને આશરે 44 ટકા ઘટીને 3.5 અબજ ડોલર રહ્યું છે, એમ એક તાજો અહેવાલ કહે છે.ઉદ્યોગ માટે જનસંપર્કનું કામકરતી IVCA અને પરામર્શ કંપની EYએ કહ્યું હતું કે પ્રાઇવેટ ઇક્વિટી અને વેન્ચર કેપિટલ ફંડનું મૂડીરોકાણ ગયા વર્ષના મેમાં 6.2 અબજ ડોલર તથા એપ્રિલ,2023માં 7.4 અબજ ડોલર હતું. એ દરમ્યાન પ્રાઇવેટ ઇક્વિટીમાં 44 ટકાનો અને વેન્ચર કેપિટલમાં 52 ટકાનો ઘટાડો આવ્યો હતો. ટેક્નિકલ ક્ષેત્રથી જોડાયેલા સૂચકાંકો અને કેટલીક મોટી વૈશ્વિક ટેક્નોલોજી કંપનીઓમાં રિસ્ટ્રક્ચરિંગ જોયા છતાં આ ક્ષેત્રમાં મૂડીરોકાણને લઈને દેશમાં ધારણા નબળી રહી છે, એમ EYના ભાગીદાર વિવેક સોનીએ કહ્યું હતું.
ભારતીય સ્ટાર્ટઅપ નાણાં એકત્ર કરવાને મામલે સુસ્ત રહ્યાં છે. તેમણે કહ્યુ હતું કે માત્ર આરોગ્ય અને નાણાકીય સેવાઓમાં કેટલુંક મૂડીરોકાણ જોવા મળ્યું. જોકે મધ્યમ સમયગાળામાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે મૂડીરોકાણ પ્રોત્સાહક બનવાની અપેક્ષા છે અને આ વર્ષે કુલ ગયા વર્ષે મૂડીરોકાણ ગયા વર્ષની તુલનાએ વધુ આવવાની સંભાવના છે.
સ્ટાર્ટઅપ માટે રિયલ એસ્ટેટ પસંદગીનું ક્ષેત્ર છે. આ ક્ષેત્રે કુલ સોદાની સંખ્યા 71 રહી છે, જે ગયા વર્ષની તુલનાએ 42 ટકા ઓછી છે. આ ક્ષેત્રે સાત સોદા દ્વારા 1.2 અબજ ડોલરનું મૂડીરોકાણ કરવામાં આવ્યું હતું.