1 ફેબ્રુઆરીએ રજૂ થશે વચગાળાનું બજેટ, સેલેરી ક્લાસ માટે હોઈ શકે…

નવી દિલ્હીઃ એનડીએની મોદી સરકારનું અંતિમ બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ થશે. ત્યારે આગામી સામાન્ય ચૂંટણીઓને લઈને કેટલીક વિશેષ જાહેરાત વચગાળાના આ બજેટમાં જોવા મળે તો નવાઈ નહીં.

ફાઈલ ચિત્ર

સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે જેમાં પહેલી તારીખે નાણાંપ્રધાન અરુણ જેટલી વચગાળાનું બજેટ પેશ કરશે. કેબિનેટ કમિટી અને પોલિટિકલ અફેયર્સની બેઠકમાં બજેટ સેશનની તારીખ નક્કી થઈ હતી. આ સત્ર લોકસભાનું આખરી સત્ર બની શકે છે. કારણ કે એપ્રિલ-મેમાં ચૂંટણીઓ યોજાવાની વકી છે.

આપને જણાવીએ કે વચગાળાનું બજેટ પૂરા વર્ષના બજેટ જેવું જ હોય છે જેમાં આખા વર્ષના ખર્ચાઓની વિગત હોય છે. પરંતુ ચૂંટણીના વર્ષમાં વચગાળાના બજેટમાં સીમિત સમયગાળામાં ખર્ચની અનુમતિ ધરાવતું હોય છે. જે બાદ નવી સરકાર પૂર્ણ બજેટ રજૂ કરે છે.

2014માં તત્કાલીન નાણાંપ્રધાન પી ચિદમ્બરમે યુપીએ સરકારનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. અને તે જ વર્ષે એનડીએ સરકાર બન્યાં પછી નાણાંપ્રધાન અરુણ જેટલીએ પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું.

આ બજેટમાં સેલેરી ક્લાસની જનતાને માટે વિશેષ સવલતો-જાહેરાતોની ભેટ મળી શકે છે તેવી સંભાવના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.