કોરોના-વીમા પોલિસીઓ સપ્ટેમ્બર-અંત સુધી ઈસ્યૂ કરવાની છૂટ

નવી દિલ્હીઃ ભારતના વીમા ક્ષેત્રની રેગ્યૂલેટર એજન્સી ઈન્શ્યૂરન્સ રેગ્યૂલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)એ જનરલ તથા હેલ્થ ઈન્શ્યૂરન્સ કંપનીઓને કોરોના કવચ પોલિસી અને કોરોના રક્ષક પોલિસી સહિત ટૂંકા ગાળા માટેની કોરોનાવાઈરસ વિશેષ હેલ્થ વીમા પોલિસીઓ 30 સપ્ટેમ્બર સુધી ઈસ્યૂ કરવાની છૂટ આપી છે.

IRDAI સંસ્થાએ અગાઉ આવી પોલિસીઓ 31 માર્ચ સુધી વેચવાની વીમા કંપનીઓને છૂટ આપી હતી. પરંતુ, કોરોના રોગચાળાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં વીમા કંપનીઓને નવી ટૂંકા ગાળાની કોરોનાવાઈરસ વિશેષ વીમા પોલિસીઓ રીન્યૂ કરવાની અને ઈસ્યૂ કરવાની છૂટ આપી છે.