બીએસઈ-એસએમઈ પર ઈન્સોલેશન એનર્જીનો ઈશ્યુ રેકોર્ડ-બ્રેક છલકાયો

મુંબઈ તા. 30 સપ્ટેમ્બર, 2022: ઈન્સોલેશન એનર્જી લિમિટેડ (આઈએનએ)નો પબ્લિક ઈશ્યુ 183.07 ગણો છલકાઈ ગયો હતો. આઈએનએનો પબ્લિક ઈશ્યુ રૂ.22.16 કરોડનો હતો  તેની સામે તેને રૂ.4,057.07 કરોડની અરજીઓ પ્રાપ્ત થઈ હતી. બીએસઈ એસએમઈ પર આઈએનએના ઈશ્યુને મળેલું સબસ્ક્રિપ્શન સૌથી અધિક છે. કંપનીએ રૂ.10ની કિંમતના 58,32,000 ઈક્વિટી શેર્સ ઓફર કર્યા હતા તેની સામે 1,06,76,49,000  શેર્સની અરજીઓ મળી હતી. ક્યુઆઈબી સહિતની એનઆઈઆઈ (સ્થાનિક નિવાસી રોકાણકારો) કેટેગરીમાં 41,54,04,000 શેર્સની અરજી મળી હતી જે 150.02 ગણી થાય છે, જ્યારે રિટેલ ઈન્વેસ્ટર્સ કેટેગરીમાં 65,22,45,000 શેર્સની બિડ્સ મળી હતી જે 235.55 ગણી થાય છે.

ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ બાયર્સ ઈન્વેસ્ટર્સે રૂ.72.48 કરોડની બિડ્સ સુપરત કરી હતી. હાઈનેટવર્થ ઈન્ડિવિઝયુઅલ ઈન્વેસ્ટર્સે રૂ.1,506.05 કરોડની બિડ્સ સુપરત  કરી હતી. સોલર પેનલની એક ઉત્પાદક કંપનીએ સંપૂર્ણ આઈપીઓ માટેની બિડ્સ સુપરત  કરી હતી.

2015માં સ્થપાયેલી આઈન્સોલેશન એનર્જી સોલર પેનલ્સ અને માગ મુજબના કદનાં હાઈ એફિસિયન્સી મોડ્યુલ્સનું ઉત્પાદન કરે છે. કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ જયપુરમાં છે. કંપની તેનાં પ્રોડક્ટ્સ “આઈએનએ” બ્રાન્ડ નામ હેઠળ વેચે છે. કંપની સોલર પાવર કન્ડિશનિંગનું વેચાણ પર કરે છે.

આ ઈશ્યુની લીડ મેનેજર હોલાની કન્સલ્ટન્ટ્સ હતી. હોલાની કન્સલ્ટન્ટ્સના ડિરેક્ટર અશોક હોલાનીએ કહ્યું કે તેમની કંપની ગુણવત્તાયુક્ત કંપનીઓને એસએમઈ સેગમેન્ટમાં લાવવા પ્રતિબદ્ધ છે.  આઈન્સોલેશન એનર્જીને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદનો અમને આનંદ છે અને તે રોકાણકારો માટે સંપત્તિ સર્જન કરી અમને ગર્વિત કરશે. 

ઈન્સોલેશન એનર્જીના ચેરમેન મનીષ ગુપ્તાએ કહ્યું કે રોકાણકારોએ અમારામાં મૂકેલા વિશ્વાસ બદલ આભારી છીએ અને અમે તેમની અપેક્ષ પ્રમાણેની કામગીરી કરવા પ્રતિબદ્ધ છીએ.