ઘરની છત પર શરૂ કરો આ વેપાર, કરો લાખોની કમાણી…

નવી દિલ્હીઃ કોરોના કાળના દોરમાં અમે તમને બિઝનેસ આઇડિયા આપી રહ્યા છીએ. તમે તમારા ઘર પર ખાલી છતનો ઉપયોગ કરીને લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. અમે તમને સોલર પેનલ બિઝનેસ વિશે- એને ક્યાય પણ લગાડી શકાય છે. તમે તમારી છત પર એને લગાડીને વીજળી ઉત્પન્ન કરી શકો છો અને વીજ વિભાગને સપ્લાય કરી શકો છો. એનાથી તમને નોંધપાત્ર કમાણી થવાની શક્યતા છે.

દેશમાં વીજમાગમાં વધારો થઈ રહ્યો છે. સોલર પેનલ લગાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 30 ટકા સબસિડી પણ મળે છે અને એમાં આશરે રૂ. એક લાખનો ખર્ચ થાય છે. સરકાર લોકોને સોલર પ્લાન્ટ લગાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. કેટલાંક રાજ્યોએ ઓદ્યોગિક ક્ષેત્રમાં સોલર પ્લાન્ટ જરૂરી કરી દીધાં છે. તમારી પાસે સોલર પ્રોડક્ટસ વેચવાનો બિઝનેસ શરૂ કરવાની મોટી તક છે, એમાં સોલર પીવી, સોલર થર્મલ સિસ્ટમ, સોલર એટિક ફેન, સોલર કુલિંગ સિસ્ટમનો બિઝનેસ શરૂ કરી શકો છો. ખાસ વાત એ છે કે સોલર એનર્જીથી જોડાયેલા બિઝનેસ શરૂ કરવા માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સહિત અનેક બેન્કોની SME બ્રાન્ચથી લોન મળી શકે છે. સરકારથી સબસિડી મળ્યા પછી એક કિલોવોટનો સોલર પ્લાન્ટ માત્ર રૂ. 60-70,000માં ઇન્સ્ટોલ થાય છે.

સોલર પેનલની ઉંમર 25 વર્ષની હોય છે. આ પેનલને તમે તમારી છત પર સરળતાથી ઇન્સ્ટોલ કરાવી શકો છો. એનાથી તમને મફત વીજળી મળશે. સોલર પેનલમાં ખાસ કંઈ મેઇનટેઇનન્સ નથી હોતું. દરેક 10 વર્ષમાં એની બેટરી બદલવાની હોય છે.