ઈન્ડીગોની રૂ.3,000 કરોડ એકત્ર કરવાની યોજના

મુંબઈઃ દેશની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઈન ઈન્ડીગો પાત્રતા ધરાવનાર સંસ્થાકીય મૂડીરોકાણ (QIP – ક્વાલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશન્સ પ્લેસમેન્ટ) પ્રક્રિયા મારફત રૂ. 3000 કરોડનું ભંડોળ એકત્ર કરનાર છે. તેની આ યોજનાને કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે આ યોજનાને મંજૂરી આપી દીધી છે.

ઈન્ટરગ્લોબ એવિએશન લિમિટેડ (ઈન્ડીગો) કંપનીએ આની જાણ બોમ્બે સ્ટોક એક્સચેન્જને કરી દીધી છે. તેણે કહ્યું છે કે, QIP મારફત ઈક્વિટી શેરનો ઈસ્યૂ બહાર પાડીને રૂ. 3000 કરોડનું ભંડોળ એકત્ર કરવાના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના આ નિર્ણય માટે હજી શેરધારકો અને નિયામક સંસ્થાઓ (સેબી)ની મંજૂરી મેળવવાની બાકી છે.