વોશિંગ્ટનઃ કોરોના વાઇરસ રોગચાળો તથા એને એને અટકાવવા માટે કરવામાં આવેલા લાંબા લોકડાઉનને પગલે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)માં 9.6 ટકાનો ઘટાડો આવે એવી શક્યતા છે, એમ વિશ્વ બેન્કે અંદાજ જાહેર કર્યો હતો. બેન્કે કહ્યું હતું કે ભારતની આર્થિક સ્થિતિ બહુ ખરાબ છે. કોરોના વાઇરસ રોગચાળાને કારણે કંપનીઓ અને લોકોને આર્થિક આંચકા લાગ્યા છે. એની સાથે રોગચાળાને ફેલાતો અટકાવવા માટે દેશભરમાં લગાવવામાં આવેલા લોકડાઉનની પ્રતિકૂળ અસર પડી છે.
વિશ્વ બેન્કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની સાથે વાર્ષિક બેઠકથી પહેલાં હાલમાં જ સાઉથ એશિયા ઇકોનોમિક ફોકસના પ્રોજેક્શનમાં આ અંદાજ મૂક્યો હતો, જેના અનુરૂપ અન્ય અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યા હતા, પણ અન્ય લોકોના દ્વિઅંકી ઘટાડાના અંદાજોની તુલનાએ આ અંદાજ સારો છે. જોકે આ અહેવાલમાં વિશ્વ બેન્કે સાઉથ એશિયા ક્ષેત્રમાં 2020માં 7.7 ટકાના આર્થિક ઘટાડો થવાની આશંકા જાહેર કરી હતી. જોકે આ ક્ષેત્રમાં પાછલાં પાંચ વર્ષ દરમ્યાન વાર્ષિક છ ટકાની આસપાસ વૃદ્ધિ જોવા મળી હતી. તાજા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે માર્ચ 2020માં શરૂ થયેલા ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના GDPમાં 9.6 ટકાના ઘટાડાનું અનુમાન છે. જોકે રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે 2022માં આર્થિક વૃદ્ધિદર પરત ફરી શકે છે અને 5.4 ટકા રહેવાની શક્યતા છે.
પ્રતિ વ્યક્તિની આવક 2019ના અંદાજથી છ ટકા નીચે રહેવાની શક્યતા
આ વર્ષે વસતિમાં વૃદ્ધિના હિસાબે જોઈએ તો પ્રતિ વ્યક્તિ આવક 2019ના અંદાજથી છ ટકા નીચે રહેવાની શક્યતા છે.એનાથી સંકેત મળે છે કે 2021માં આર્થિક વૃદ્ધિદર ભલે સકારાત્મક થઈ જાય, પણ ચાલુ નાણાકીય વર્ષમાં નુકસાનની ભરપાઈ નહીં થઈ શકે. સાઉથ એશિયા માટે વિશ્વ બેન્કમાં મુખ્ય અર્થશાસ્ત્રી હેન્સ ટિમરે કહ્યું હતું કે અમે અત્યાર સુધી જે જોયું છે- ભારતમાં સ્થિતિ એનાથી બદતર છે. એ ભારત માટે એક અભૂતપૂર્વ સ્થિતિ છે.
વિશ્વ બેન્કે મધ્યવર્તી સમયગાળામાં ફુગાવાને RBIના લક્ષ્યની મર્યાદા ચાર ટકાની આસપાસનો અંદાજ્યો છે. જોકે કોવિડ-19ના આંચકાએ ભારતની રાજકોષીય ખાધમાં મોટા ઘટાડાનું અનુમાન છે. ભારતીય રાજ્યોની સંયુક્ત ખાધ GDPના 4.5-5 ટકાની અંદર છે, જે કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધને ધીરે-ધીરે સુધારતાં પહેલાં નાણાં વર્ષ 2021માં 12 ટકા ઉપર જવાનું અનુમાન છે.
જાહેર દેવાં આશરે 94 ટકાએ
વળી, રિકવરી ધીમી ગતિએ વધવાને કારણે જાહેર દેવાં આશરે 94 ટકાએ રહેશે. વર્લ્ડ બેન્કના ઉપાધ્યક્ષ હાર્ટવિગ શેફર કહે છે કે કોવિડ-19ના પ્રકોપ માટે કેન્દ્ર સરકારની ઝડપી અને વ્યાપક હતી.
નીતિ હસ્તક્ષેપોએ અત્યાર સુધી નાણાકીય બજારોના સામાન્ય કમકાજોને સુરક્ષિત કર્યા છે. જોકે માગમાં ઘટાડાને કારણે દેવાંમાં ઘટાડો અને જોખમમાં વધારો થવાની શક્યતા છે. જોકે ભારત એના સેફ્ટી નેટ કાર્યક્રમોમાં દૂરગામી સુધારા કરી રહ્યું છે. વર્લ્ડ બેન્કના કન્ટ્રી ડિરેક્ટર જુનૈદ અહમદ કહે છે કે એનાથી દેશને ગરીબીની સામે મુશ્કેલ લાભને હાંસલર કરવામાં મદદ મળશે, કેમ કે બધાં ઘરોમાંથી અડધા પરિવારો અસુરક્ષિત છે અને મોટા ભાગના કર્મચારીઓની પાસે સોશિયલ સિક્યોરિટીના લાભાલાભનો અભાવ છે.
ગરીબ પરિવારો અને કંપનીઓને ટેકો આપ્યા પછી પણ ગરીબી દરમાં ઘટાડાની ગતિ અટકી નથી, પણ સુસ્ત જરૂર થઈ છે. ટિમરે કહ્યું છે કે અમે સર્વેમાં જોયું છે કે કેટલાય લોકોની નોકરીઓ ચાલી ગઈ છે, NPAમાં વધારો થઈ રહ્યો છે, ભારતે આ બધાથી ઝઝૂમવું પડશે.