ભારતમાં એક વર્ષમાં અબજપતિઓની સંખ્યા ઘટી ગઈ

નવી દિલ્હીઃ ભારતમાં અબજપતિઓની સંખ્યા ઘટી ગઈ હોવાની જાણકારી કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે સંસદમાં આપી હતી. એમણે કહ્યું કે દેશમાં 2019-20માં 141 અબજપતિઓ હતા, પણ 2020-21માં એ સંખ્યા ઘટીને 136 થઈ ગઈ છે. આવકવેરા રિટર્નમાં ઘોષિત કરાયેલી ગ્રોસ કુલ આવકના આધારે અબજપતિઓની સંખ્યાની જાણ થઈ છે.

સીતારામને રાજ્યસભામાં લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું કે વર્ષ 2018-19 દરમિયાન આવકવેરા વિભાગને સુપરત કરેલા પોતાનાં ઈન્કમ ટેક્સ રિટર્ન દસ્તાવેજમાં રૂ. 100 કરોડ (એક અબજ રૂપિયા)થી વધારે ગ્રોસ કુલ આવક ઘોષિત કરનાર વ્યક્તિઓની સંખ્યા હતી 77.