ભારતે અમેરિકાના આઠ ઉત્પાદનો પરની પ્રતિકારાત્મક કસ્ટમ્સ ડ્યૂટી હટાવી લીધી

નવી દિલ્હીઃ ભારત સરકારે ચણા, દાળ અને સફરજન સહિત અમેરિકાથી આયાત કરાતા આઠ ઉત્પાદનો પરની અતિરિક્ત કસ્ટમ્સ ડ્યૂટીને હટાવી લેવાનું નક્કી કર્યું છે. 2018માં અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર વેરો લાદ્યા બાદ ભારત સરકારે 2019માં વળતા જવાબ રૂપે અમેરિકાના આઠ ઉત્પાદનો પર અતિરિક્ત કસ્ટમ્સ ડ્યૂટી લાગુ કરી હતી.

પરંતુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ અમેરિકાની મુલાકાતે ગયા હતા ત્યારે બંને દેશે એમની વચ્ચેના વ્યાપાર વિવાદોનો અંત લાવી દેવાનું અને પ્રતિકારાત્મક ડ્યૂટી દૂર કરવાનું નક્કી કર્યું હતું. 2018માં, અમેરિકાએ ભારતના સ્ટીલ ઉત્પાદનો પર 25 ટકા અને અમુક એલ્યુમિનિયમ ઉત્પાદનો પર 10 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી લાદી હતી. તેના વળતા જવાબ તરીકે ભારત સરકારે અમેરિકાના 28 ઉત્પાદનો પર અતિરિક્ત કસ્ટમ્સ ડ્યૂટી નાખી હતી.