ઈન્ડિયા-આઈએનએક્સ પર 75મા-વિદેશી ચલણના બોન્ડનું લિસ્ટિંગ થયું

મુંબઈ: બીએસઈની આંતરરાષ્ટ્રીય પાંખ – ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જ (ઈન્ડિયા આઈએનએક્સ)એ ગ્લોબલ સિક્યુરિટીઝ માર્કેટમાં 75મા ફોરેન કરન્સી બોન્ડને લિસ્ટ કરીને ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણી કરી હતી. આ સાથે ગ્લોબલ સિક્યુરિટીઝ માર્કેટ પર લિસ્ટેડ બોન્ડ્સનું મૂલ્ય આશરે 50 અબજ ડોલરને વટાવી ગયું છે.

આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણની ઉપસ્થિતિમાં એક સમારોહ યોજાયો હતો. ગ્લોબલ સિક્યુરિટીઝ માર્કેટ પર બે કંપનીઓ – પાવર ફાઈનાન્સ કોર્પોરેશન (પીએફસી) અને રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (આરઈસી)ના ચાર ફોરેન કરન્સી બોન્ડ્સના ઈશ્યુ લિસ્ટેડ છે.   

ઈન્ડિયા આઈએનએક્સના એમડી અને સીઈઓ વી. બાલાસુબ્રમણિયમે કહ્યું, “આ લિસ્ટિંગ સાથે આઝાદીના 75ના વર્ષની ઉજવણીનો અમને આનંદ છે. અમે પીએફસી અને આરઈસીએ અમારા એક્સચેન્જ પર મૂકેલા ભરોસા માટે આભારી છીએ અને અમારા એક્સચેન્જ પર વધુ આવા લિસ્ટિંગ કાર્યક્રમો યોજાય એવી આશા રાખીએ છીએ. એક્સચેન્જ પર આશરે 50 અપજ ડોલરનાં બોન્ડ્સ લિસ્ટ થયાં છે અને લગભગ 70 અબજ ડોલરના એમટીએન પ્રોગ્રામ્સ છે એ જોતાં ઈન્ડિયા આઈએનએક્સ અને ગિફ્ટ સિટી આશાસ્પદ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સેન્ટર અને મથક તરીકે ઊભર્યાં છે એવા અમારા વિશ્વાસને બળ મળ્યું છે.”