આઇસી15 ઇન્ડેક્સમાં 693 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ એક બાજુ વ્યાજદરના વધારાને લગતી ચિંતા ઓસરી છે, પરંતુ બીજી બાજુ અર્થતંત્રની સ્થિતિને લગતી અનિશ્ચિતતા પ્રવર્તે છે. આવા સંજોગોમાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે ઘટાડો નોંધાયો હતો. બિટકોઇન વીકેન્ડમાં 24,500ની સપાટી સુધી વધ્યા બાદ સોમવારે 23,200 ડોલરની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો.

અમેરિકામાં સ્ટોક્સ ફ્યુચર્સ નવા મહિનાના ટ્રેડિંગના પ્રથમ દિવસે ઘટ્યા હતા. નોંધનીય છે કે જુલાઈ મહિને મુખ્ય સ્ટોક ઇન્ડેક્સમાં વૃદ્ધિનો 2020 પછીનો સૌથી સારો મહિનો હતો.

ટ્રેડર્સ ટૂંકા ગાળાના રોકાણના નિર્ણયો લેવા માટે ફેડરલ ફંડ્સ ફ્યુચર્સનો સંકેત મહત્ત્વપૂર્ણ ગમે છે. આ ઇન્ડેક્સમાં સોમવારે એવું જાણવા મળ્યું હતું કે ફેડરલ રિઝર્વ આ વર્ષના અંત સુધીમાં વ્યાજદરમાં 3.5થી 3.75 ટકાનો વધારો કરે એવી શક્યતા 21.5 ટકા છે. એક સપ્તાહ પહેલાં આ શક્યતા 45.7 ટકા હતી.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.04 ટકા (693 પોઇન્ટ) ઘટીને 33,269 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 33,964 ખૂલીને 34,692 સુધીની ઉપલી અને 33,097 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
33,964 પોઇન્ટ 34,692 પોઇન્ટ 33,097 પોઇન્ટ 33,269 પોઇન્ટ

ડેટાનો સમયઃ 1-8-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]