નવી દિલ્હીઃ વિશ્વમાં અને દેશમાં કેન્દ્રીય મધ્યસ્થ બેન્કો ધિરાણ નીતિ આકરી બનાવી છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સપ્લાય ચેઇનમાં વિક્ષેપ પડવાથી વિશ્વમાં મોંઘવારી દરમાં નોંધપાત્ર વધારો થયો છે, જેથી બેન્કો મોંઘવારીને કાબૂમાં કરવા માટે વ્યાજદરોમાં સતત વધારો કરી રહી છે. વળી, હજી ડિસેમ્બર સુધી વ્યાજદરોમાં વધારો થવાની ભીતિ છે, ત્યારે બીજી બાજુ એક કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે હોમ લોનના વ્યાજદર 9.5 ટકાની ઉપર જશે તો હાઉસિંગ ક્ષેત્રે વેચાણ પર પ્રતિકૂળ અસર પડશે.
CII-એબરોક દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 44 ટકા ઉત્તરદાતાઓએ 3BHK ફ્લેટોને પ્રાધાન્ય આપ્યું હતું. ત્યાર બાદ 38 ટકા ઉત્તરદાતાઓએ 2 BHK પર પસંદગી ઉતારી હતી. આ સર્વે જાન્યુઆરી અને જૂન,2022ની વચ્ચે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં 5500 લોકોએ ભાગ લીધો હતો.આ સર્વેમાં 3 BHK ઘરોની માગમાં 2 BHK ઘરોની તુલનાએ વધારો થયો છે. આ ઉત્તરદાતાઓએ મોંઘવારી દર વધવાને કારણે વ્યાજદર વધારાનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. H 1 2021ના સર્વમાં ઉત્તરદાતાઓ અર્થતંત્ર વિશે વધુ આશાવાદી હતા. કમસે કમ 16 ટકાએ આશા વ્યક્ત કરી હતી કે આગામી એક વર્ષમાં નોંધપાત્ર સુધારો થશે.
CII રિયલ એસ્ટેટ નોલેજ સેશન ઓન ટેપિંગ ધ કન્ઝ્યુમર બીટ અને એનરોક ગ્રુપના ચેરમેન અનુજ પુરી કહે છે કે રૂ. 1.5 કરોડથી વધુની કિંમતનાં ઘરોની માગ સતત વધી રહી છે. ડેવલપર્સે પણ H1 2022માં આ શ્રેણીમાં નવા સપ્લાયમાં નોંધપાત્ર વધારો કર્યો છે.
