નવી દિલ્હીઃ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટને જેટ એરવેઝની મુંબઈ અને દિલ્હી સ્થિત ઓફિસમાં કરવામાં આવેલી રેઇડ દરમિયાન ખર્ચાઓને વધારીને બતાવ્યા હોવાના પૂરાવા હાથ લાગ્યાં છે. પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા બે દિવસથી ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા એલાઈન્સના ત્યાં દરોડા પાડવામાં આવ્યાં હતાં.
મુંબઈ ડાયરેક્ટોરેટ ઓફ ઈનકમ ટેક્સ ઈન્વેસ્ટિગેશન વિંગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટને એરલાઈન્સ દ્વારા પોતાના ખર્ચ વધારીને દેખાડવામાં આવ્યા હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે. જેટ એરવેઝે કંપનીના પ્રોફિટને ઘટાડવા માટે રિટર્ન ફાઈલિંગ દરમિયાન ભારે ખર્ચ દેખાડ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પૈસા નિકાળવાની વિગતો મામલે તપાસ કરી રહ્યું છે અને આના માટે છેલ્લા ચાર વર્ષના એરલાઈન્સના રેકોર્ડ પણ તપાસવામાં આવી રહ્યા છે અને ગ્રુપ એન્ટિટીઝમાં નોંધાયેલા શંકાસ્પદ ખર્ચની પણ તપાસ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડિપાર્ટમેન્ટે જેટ એરવેઝ દ્વારા ક્વાર્ટર પ્રોફિટની જાહેરાત ટાળવામાં આવ્યા બાદ સર્વે કરવાનો નિર્ણય કર્યો હતો. 19 સપ્ટેમ્બરના રોજ આઈટી ડિપાર્ટમેન્ટે ખર્ચની ચકાસણી માટે સર્વે શરુ કર્યો હતો. એરલાઈન 9 ઓગષ્ટના રોજ પોતાના ક્વાર્ટર પ્રોફિટની જાહેરાત ટાળવા અને ઓડિટર્સ સાથે મતભેદોના સમાચારોને લઈને અત્યારે ચર્ચામાં છે. સ્ટોક એક્સચેન્જ અને માર્કેટ રેગ્યુલેટરે પણ કંપની પાસેથી જવાબ માંગ્યો હતો.