જિઓના ગ્રાહકો માટે ખુશખબર: ક્રિકેટ મેચ હવે જિઓ ટીવી પર લાઈવ જોવા મળશે

મુંબઈ- જિઓએ ટેલિકોમ સેક્ટરમાં પોતાના હરીફોને ફરી એક ઝટકો આપ્યો છે. જિઓએ સ્ટારસ્પોર્ટ્સ ઇન્ડિયા સાથે ફરી પાંચ વર્ષના કરારની જાહેરાત કરી છે, આ કરારમાં જિઓ યૂઝર્સ જિઓ ટીવી પર હોટસ્ટારની મદદથી લાઇવ ક્રિકેટ મેચનો આનંદ ઉઠાવી શકશે.

જિઓ ટીવી અને સ્ટાર ઇન્ડિયા સાથે થયેલા કરાર પ્રમાણે T20, વન ડે, ઇન્ટરનેશલ ટેસ્ટ ક્રિકેટ અને BCCIની ઘરેલું પ્રીમિયર મેચ જિઓ ટીવીમાં લાઇવ જોઇ શકશો. આ અંગે આકાશ અંબાણીએ કહ્યું કે જિઓ હંમેશા એક્સક્લૂસિવ કન્ટેન્ટ લાવે છે, આ વખતે જિઓ ટીવી એપ માટે છે. ભારતમાં ક્રિકેટ માત્ર રમત જ નહીં પરંતુ તેની પૂજા થાય છે.

આકાશ અંબાણીએ વધુમાં કહ્યું કે, સ્પોર્ટસ, ઓગમેન્ટેડ રિયાલીટી, વર્ચ્યુઅલ રિયાલીટી જેવી આધુનિક સવલતો લાવી આગામી દિવસોમાં ગ્રાહકો માટે નવો અનુભવ લાવવાનું જિઓ વચન આપે છે.

ઉલ્લેખનીય છે કે જિઓ ટીવીના માધ્યમથી જિઓ યૂઝર્સ સુધી અનેક ટીવી ચેનલ્સની મોટી રેન્જ પહોંચાડે છે. જિઓ ટીવીમાં યૂઝર્સને વિવિધ ભાષામાં ટીવી ચેનલ જોવા મળે છે. જિઓ યૂઝર્સ માટે કંપની તેનું ફ્રી સબ્સક્રિપ્શન આપી રહી છે.

જિઓ ટીવીમાં યૂઝર્સને 575થી વધુ ચેનલ જોવા મળે છે, આ ઉપરાંત એપમાં યૂઝર્સને 60થી વધુ એચડી ચેનલ પણ જોવા મળે છે. ટીવી એપના માધ્યમથી તમે લાઇવ ટીવી ચેનલને પોઝ અને પ્લે કરી શકો છો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]