28મી સપ્ટેંબરે દેશવ્યાપી હડતાળ; મહારાષ્ટ્રના કેમિસ્ટ્સ કાળી પટ્ટી બાંધીને કામ ચાલુ રાખશે

મુંબઈ – ઓનલાઈન ફાર્મસી અથવા ઈ-ફાર્મસી સામેના વિરોધમાં દેશભરના ફાર્માસિસ્ટ્સ કે કેમિસ્ટ્સે દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું છે.

આ હડતાળમાં દેશભરના આશરે 8.5 લાખ કેમિસ્ટ્સ સહભાગી થવાના છે. મહારાષ્ટ્રમાં કેમિસ્ટ્સ કાળા રંગની પટ્ટી બાંધીને એમની દુકાનો, સ્ટોર્સમાં હાજર રહીને વિરોધ નોંધાવશે.

ઈ-ફાર્મસી મારફત લોકોને દવાઓ આસાનીથી ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આને કારણે દર્દીઓના જાન પર જોખમ થઈ શકે છે, એવો ડર ફાર્માસિસ્ટ્સના સંગઠને દર્શાવ્યો છે.

દર્દીઓને દવાઓ ડોક્ટરની સલાહનુસાર મળવી જોઈએ.

સરકાર દ્વારા દવાઓના ઓનલાઈન વેચાણને પરવાનગી આપવાના નિર્ણય સામેના વિરોધમાં મહારાષ્ટ્રના ફાર્માસિસ્ટ્સ 28 સપ્ટેંબર સુધી કાળી પટ્ટી બાંધીને વિરોધ વ્યક્ત કરશે, એવું મહારાષ્ટ્ર રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ એસોસિએશનનું કહેવું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]