સપ્ટેમ્બરમાં રૂ. 37,000 કરોડના માલિક બન્યા મુકેશ અંબાણી

મુંબઈઃ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શુક્રવારે શેરબજારમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો.કંપનીનો શેર ઓલટાઇમ ઊંચાઈએ પહોંચ્યો હતો. બીજી બાજુ કંપનીનું માર્કેટ કેપ રૂ. 15 લાખ કરોડને પાર કરી ગયું હતું. હાલમાં કંપનીનો શેર 11 મહિનામાં મહત્તમ સ્તરે પહોંચ્યો હતો. જેનો લાભ મુકેશ અંબાણીને તેમની કુલ નેટવર્થમાં જોવા મળ્યો હતો. તેમની નેટવર્થમાં રૂ. 27,000 કરોડથી વધુનો વધારો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બરના પહેલા ત્રણ દિવસોમાં તેમની સંપત્તિમાં 37,000 કરોડથી વધુની થઈ હતી.  

બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ મુજબ મુકેશ અંબાણીની સંપત્તિમાં શુક્રવારે 3.71 અબજ ડોલર એટલે કે 27,000 ડોલરથી વધુનો વધારો જોવા મળ્યો હતો. જે પછી મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 92.6 અબજ ડોલર થઈ ગઈ છે. આ વર્ષે તેમની સંપત્તિમાં આશરે 16 અબજ ડોલરનો વધારો જોવા મળી ચૂક્યો છે. હાલના સમયમાં તેઓ વિશ્વના અબજોપતિઓની યાદીઓમાં 12મા ક્રમાંકે છે. તેમની ઉપર ફ્રાંસના બિઝનેસમેન બિલેનિયર ફ્રેકોયસ બેટનકોર્ટ મેયર્સ છે.

સપ્ટેમ્બરના પહેલા ત્રણ દિવસોમાં મુકેશ અંબાણીની કુલ નેટવર્થમાં 5.1 અબજ ડોલર એટલે કે રૂ. 3,72,27,15,000નો વધારો થયો હતો. 31 ઓગસ્ટે મુકેશ અંબાણીની કુલ નેટવર્થ 87.5 અબજ ડોલર હતી, જે પછી સતત એમાં વધારો થતો જોવા મળ્યો છે.

હવે મુકેશ અંબાણી 100 અબજ ડોલરની ક્લબમાં ક્યાં સુધી સામેલ થઈ શકે, એ જોવાનું છે.નિષ્ણાતોનું માનીએ તો કંપનીના શેરોમાં હજી ઓર વધારો થઈ શકે છે. જેને કારણે તેમની કુલ નેટવર્થમાં વધારો જોવા મળી શકે છે.