નવી દિલ્હીઃ માર્ચ મહિનામાં GST વસૂલાત રૂ. 1.42 લાખ કરોડ રેકોર્ડ સ્તરે પહોંચી છે, એમ નાણાપ્રધાને જણાવ્યું હતું, જે ગયા મહિનાની તુલનાએ 6.8 ટકાનો વધુ છે. મંત્રાલય દ્વારા આંકડા મુજબ માર્ચ મુજબ રૂ. 1.42,095 કરોડ રહી છે, એમાં કેન્દ્રીય GST રૂ. 25,830 કરોડ, રાજ્ય GST રૂ. 32,378 કરોડ, ઇન્ટિગ્રેડ GST રૂ. 74,470 અને કોમ્પેસેશન સેસનો હિસ્સો રૂ. 9417 કરોડ રહ્યો હતો.
માર્ચમાં સરકારે ઇન્ટિગ્રેટેડ GSTથી સેન્ટ્રલ GST રૂ.માં 29,816 કરોડ અને સ્ટેટ GSTમાં રૂ. 25,032 કરોડનું સેટલમેન્ટ કર્યા છે. સરકારે જારી કરેલા સ્ટેટમેન્ટમાં આ મહિને કેન્દ્ર અને રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશોની વચ્ચે 50:50 રેશિયોમાં એડ-હોક બેઝિસ પર IGSTના રૂ. 20,000 કરોડનું સેટલમેન્ટ કર્યું હતું. જે પછી આ સેટલમેન્ટ પછી આ મહિને કુલ GST રેવન્યુમાં કેન્દ્ર સરકારનો હિસ્સો રૂ. 65,646 કરોડ અને રાજ્ય સરકારોનો હિસ્સો રૂ. 67,410 કરોડ રહ્યો હતો.
માર્ચ, 2022માં GSTથી થનારું કલેક્શન ગયા વર્ષની તુલનાએ 15 ટકા વધુ હતું, જ્યારે માર્ચ, 2020ની તુલનાએ 46 ટકા વધુ છે. ફેબ્રુઆરી, 20202માં 6.91 કરોડ ઈ-વે બિલ જનરેટ થયું હતું, જ્યારે જાન્યુઆરી, 2022માં રૂ. 6.88 કરોડ ઈ-વે બિલ જનરેટ થયાં હતાં. જાન્યુઆરીની તુલનામાં ફેબ્રુઆરીમાં વધુ ઈ-વે બિલ જનરેટ થયા હોવાના સંકેત મળે છે, જેથી દેશમાં વેપારી કામકાજમાં રિકવરી આવી રહી છે.