આઇસી15 ઇન્ડેક્સ 3,284 પોઇન્ટ ઘટ્યો 

મુંબઈઃ એક બાજુ અમેરિકામાં ફુગાવો પ્રતિકૂળ બની રહ્યો છે ત્યારે બીજી બાજુ યુરોપિયન યુનિયનમાં ક્રીપ્ટોકરન્સી સંબંધે પ્રતિકૂળ કાયદો ઘડાયો હોવાને લીધે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો થયો છે.

યુરોપિયન યુનિયનના સત્તાધીશોએ એન્ટિ મની લૉન્ડરિંગના નિયમો ઘડીને ક્રીપ્ટોકરન્સીમાં થતા પૅમેન્ટ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

અમેરિકામાં પર્સનલ કન્ઝમ્પશન પ્રાઇસ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં વધીને 6.4 ટકા થઈ ગયો છે, જે તેની પહેલાંના મહિને 6 ટકા હતો. આ પરિબળને લીધે હવે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં મોટો વધારો કરશે એવી ભીતિ સર્જાઈ છે. ફેબ્રુઆરી મહિનાનો ફુગાવાનો આ દર 1982 બાદનો સર્વોચ્ચ દર છે.

બિટકોઇન શુક્રવારે બપોરે 4 ટકા ઘટીને 45,000 ડોલરની આસપાસ ચાલી રહ્યો હતો, જ્યારે ઈથેરિયમમાં પણ એટલો જ ઘટાડો થતાં ભાવ 3,200 ડોલર થયો હતો. અન્ય મોટા ઓલ્ટરનેટિવ કોઇન અને મીમ કોઇનના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 4.70 ટકા (3,284 પોઇન્ટ) ઘટીને 66,457 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 69,741 ખૂલીને 69,891 સુધીની ઉપલી અને 65,293 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
69,741 પોઇન્ટ 69,891 પોઇન્ટ 65,293 પોઇન્ટ 66,457

પોઇન્ટ

ડેટાનો સમયઃ 1-4-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]