આઇસી15 ઇન્ડેક્સ 658 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ વૈશ્વિક સ્તરે ફુગાવો કાબૂમાં આવી રહ્યો હોવાનું દેખાતાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં વૃદ્ધિનું વાતાવરણ સર્જાયું છે. ક્રીપ્ટોકરન્સી માર્કેટનો બેન્ચમાર્ક આઇસી15 બુધવારે 658 પોઇન્ટ વધ્યો હતો. એના તમામ ઘટકો વધ્યા હતા. નોંધપાત્ર વધેલા કોઇનમાં સોલાના, અવાલાંશ, ઈથેરિયમ અને ટ્રોનનો સમાવેશ થાય છે. એમાં ત્રણથી છ ટકાનો વધારો થયો હતો. માર્કેટનું કુલ કેપિટલાઇઝેશન 872 અબજ ડોલર થયું હતું.

દરમિયાન, અમેરિકામાં ગ્રાહક ભાવાંક ઘટ્યો છે, જ્યારે યુનાઇટેડ કિંગડમમાં પણ ફુગાવો ઘટ્યો છે. ભારત સહિતના એશિયાના દેશોમાં પણ ફુગાવાની સ્થિતિ હળવી થઈ રહી છે.

બેન્ક ઓફ ઇટાલીએ નવા ડિજિટલ ગેરંટી પ્રોગ્રામમાં સહકાર પ્રાપ્ત કરવા માટે અલગોરેન્ડ પાસેથી બ્લોકચેઇન ટેક્નોલોજી પ્રાપ્ત કરવાનું નક્કી કર્યું છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.55 ટકા (658 પોઇન્ટ) વધીને 26,399 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 25,741 ખૂલીને 26,689ની ઉપલી અને 25,656 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.