મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટનો બેન્ચમાર્ક – આઇસી15 ઇન્ડેક્સ બુધવારે 500 પોઇન્ટની રેન્જમાં રહ્યો હતો. એના મુખ્ય વધેલા કોઇનમાં ટ્રોન, ઈથેરિયમ, બિનાન્સ અને બિટકોઇન સામેલ હતા, જેમનામાં એકથી બે ટકાનો વધારો થયો હતો. મુખ્ય ઘટેલા કોઇન સોલાના, પોલકાડો, કાર્ડાનો અને શિબા ઇનુ હતા. માર્કેટનું કુલ કેપિટલાઇઝેશન 811 અબજ ડોલર હતું.
દરમિયાન, ફિનટેક ક્ષેત્રની કંપની મૂનપેએ ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનાન્સ અને પરંપરાગત કરન્સી વચ્ચેના અંતરને દૂર કરવા માટે યુનિસ્વોપ સાથે સહયોગ સાધ્યો છે. આ સહયોગની મદદથી યુનિસ્વોપના યુઝર્સ પોતાના બેન્ક અકાઉન્ટ કે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને ડિજિટલ એસેટ્સ ખરીદી શકશે. બીજી બાજુ, રશિયાની સેન્ટ્રલ બેન્ક સરહદ પારના પેમેન્ટ માટે ક્રીપ્ટોકરન્સીનો ઉપયોગ કરવાનું વિચારી રહી છે. આ કામ ખાનગી કંપનીઓ સાથેના પ્રયોગના સ્વરૂપે થશે. પોલીગોન બ્લોકચેઇને યુઝર્સને પર્સનલાઇઝ્ડ એનએફટી ડેબિટ કાર્ડની રચવા કરી શકાય એવું માધ્યમ શરૂ કરવા માટે બેન્કિંગ એપ ‘હાઇ’ અને માસ્ટરકાર્ડ સાથે સહકાર સાધ્યો છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.37 ટકા (102 પોઇન્ટ) વધીને 24,435 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 24,344 ખૂલીને 24,721ની ઉપલી અને 24,209 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.