મુંબઈઃ અમેરિકન ફેડરલ રિઝર્વ તથા સ્વિટઝરલેન્ડ અને યુનાઇટેડ કિંગડમની કેન્દ્રીય બેન્કોએ ધિરાણના વ્યાજદરમાં કરેલા વધારાના પરિબળને અવગણીને ક્રીપ્ટોકરન્સી માર્કેટ શુક્રવારે સાધારણ વૃદ્ધિ પામી હતી. માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15 ઇન્ડેક્સમાં 362 પોઇન્ટનો વધારો થયો હતો. એના મુખ્ય વધેલા કોઇન ટ્રોન, ઈથેરિયમ, બિટકોઇન અને લાઇટકોઇન હતા.
દરમિયાન, અમેરિકાના સંસદસભ્ય ટોમ એમ્મરે બ્લોકચેઇન અને ડિજિટલ એસેટ ઉદ્યોગ માટે બ્લોકચેઇન રેગ્યુલેટરી એક્ટ નામનો ખરડો રજૂ કર્યો છે. એનાથી સમગ્ર ઉદ્યોગ બાબતે સ્પષ્ટતા મળી જશે એવી ધારણા છે. બીજી બાજુ, જર્મન સરકારે મેટાવર્સ સ્ટાર્ટ અપ ફ્લાઇંગ શીપ સ્ટુડિયોઝમાં 1.2 મિલ્યન ડોલરનું રોકાણ કર્યું છે. સંયુક્ત આરબ અમીરાતમાં સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીનો પ્રથમ તબક્કે આવતા વર્ષના મધ્ય ભાગ સુધીમાં પૂરો થઈ જવાની ધારણા છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.97 ટકા (639 પોઇન્ટ) વધીને 37,715 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,353 ખૂલીને 38,924ની ઉપલી અને 36,956 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.