એક્સ-રે મશીન પરની ઈમ્પોર્ટ ડ્યૂટી 1 એપ્રિલથી વધીને 15%

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે એક્સ-રે મશીનો અને નોન-પોર્ટેબલ એક્સ-રે જનરેટર્સની આયાત પરની કસ્ટમ્સ ડ્યૂટી આવતી 1 એપ્રિલથી અમલમાં આવે એ રીતે 15 ટકા સુધી વધારવાનો નિર્ણય લીધો છે.

લોકસભામાં ગયા શુક્રવારે પાસ કરવામાં આવેલા નાણાં ખરડા-2023માં કરાયેલા સુધારાના ભાગરૂપે કસ્ટમ્સ ડ્યૂટીના દરમાં આ વધારો અમલમાં મૂકાશે. હાલ એક્સ-રે મશીનો અને નોન-પોર્ટેબલ એક્સ-રે જનરેટર્સ તથા એપરેટસ પર 10 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી વસૂલ કરાય છે.