મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના ઘટકોમાંથી બીએનબી અને પોલકાડોટ સિવાયના તમામ કોઇનમાં 1થી 4 ટકાની રેન્જમાં વધારો થયો હતો.
દરમિયાન, કેલિફોર્નિયાની કાઉન્ટી સાન્તાક્રુઝ સરકારી સેવાઓ અને દસ્તાવેજીકરણના ક્ષેત્રે બ્લોકચેઇન ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું વિચારી રહી છે. તેઓ સાઇકલનું રજિસ્ટ્રેશન, પાળેલાં પ્રાણીઓ માટેનું લાઇસન્સિંગ, વગેરે સેવાઓ માટે બ્લોકચેઇનનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ શરૂ કરશે. બીજી બાજુ, અમેરિકન સંસદનાં બન્ને ગૃહોએ ક્રીપ્ટકોરન્સીના ગેરકાનૂની ઉપયોગ વિશે અભ્યાસ કરાવવા માટેનો ખરડો રજૂ કર્યો છે.
બીજી બાજુ, લેયર – 2 ઈથેરિયમ બ્લોકચેઇન પર પોતાની વેબ3 પ્રોડક્ટ્સ તથા ડિસેન્ટ્રલાઇઝ્ડ એપ્લિકેશન્સ બનાવવા, શરૂ કરવા અને વિકસાવવા માટે ડેવલપરોને મદદ કરવા ગૂગલ ક્લાઉડ અને પોલીગોન લેબ્સે સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું છે
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.73 ટકા (285 પોઇન્ટ) વધીને 39,476 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 39,191 ખૂલીને 39,973ની ઉપલી અને 38,944 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
