આઇસી15 ઇન્ડેક્સ 178 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના ઘટકોમાંથી રિપલ, ટ્રોન, પોલીગોન, લાઇટકોઇન અને બિટકોઇન 1થી 4 ટકાની રેન્જમાં વધ્યા હતા. મુખ્ય ઘટેલા કોઇન શિબા ઇનુ, સોલાના અને કાર્ડાનો હતા, જેમાં 1થી 3 ટકાનો ઘટાડો થયો હતો. માર્કેટ કેપિટલાઇઝેશન 858 અબજ ડોલર રહ્યું હતું.

દરમિયાન, યુનાઇટેડ કિંગડમે બેન્કો દ્વારા હોલસેલ સેટલમેન્ટ માટે ઉપયોગમાં લઈ શકાય એવો સ્ટેબલકોઇન રચવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. બીજી બાજુ, આર્જેન્ટિનાએ પોતાના નાગરિકો ક્રીપ્ટોકરન્સીના હોલ્ડિંગની જાહેરાત કરે એવો અનુરોધ કરનારો ખરડો ઘડી કાઢ્યો છે. હોલ્ડિંગ જાહેર કરનારાઓને ઓછા દરે કરવેરો લાગુ કરવાનો પ્રસ્તાવ છે.

નોંધનીય છે કે આગામી વર્ષોમાં એનએફટી માર્કેટનો વ્યાપ ઘણો વધવાની ધારણા છે. આ વર્ષના પ્રથમ સપ્તાહમાં એનએફટીના વેચાણમાં 26 ટકાનો વધારો થયો છે. ઉપરાંત, એપલ કંપની બજારમાં મિક્સ્ડ રિયાલિટી હેડગીઅર લોન્ચ કરવાનું આયોજન ધરાવે છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.68 ટકા (178 પોઇન્ટ) વધીને 26,022 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 25,844 ખૂલીને 26,149ની ઉપલી અને 25,677 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.