બજેટ 2023: બજેટ પહેલાં વિદેશી રોકાણકારો ચીનની ફ્લાઇટ પકડશે?

અમદાવાદઃ વિશ્વ બેન્કના તાજા અહેવાલમાં વૈશ્વિક આર્થિક વિકાસ ઝડપથી ધીમો થઈ રહ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી બાજુ, મોટા ભાગનાં એશિયન અને ઊભરતાં માર્કેટ્સ પાછળ છોડ્યા પછી ભારતનું 3.4 લાખ કરોડ ડોલરનું સ્ટોક માર્કેટમાં નરમાઈનું સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે. આર્થિક ગ્રોથ સતત સુસ્ત થઈ રહ્યો છે અને વિદેશી રોકાણકારોની વેચવાલીથી બજાર એક વાર ફરી દબાણ વધી રહ્યું છે. સામાન્ય બજેટથી પહેલાં બજારોનો દેખાવ મોટા ભાગે સપાટ રહ્યો છે. 2003 પછી બજેટના પહેલાંના મહિનામાં બજાર સરેરાશ એક ટકાનો ઘટાડો રહ્યો છે.

એશિયાનાં બજારોની તુલનામાં ચીનનું સ્ટોક માર્કેટ  બહુ સસ્તા વેલ્યુએશન પર ટ્રેડ કરી રહ્યું છે. જેને લીદે ગ્લોબલ ફંડ્સ હવે ચીન તરફ વળી રહ્યાં છે. ભારતીય બજાર ફોર્વર્ડ PEની તુલનામાં 20 ગણા પર ટ્રેડ કરી રહ્યા છે, જે ચીનના ઇક્વિટી માર્કેટની તુલનામાં બે ગણા છે. એટલે વિકલ્પ સ્પષ્ટ છે, એમ બ્લુમબર્ગના નિષ્ણાત નીતિન ચંદ્રુકાએ જણાવ્યું હતું.

BSE સેન્સેક્સ ઇન્ડેક્સ ડિસેમ્બરની ઊંચાઈથી આશરે પાંચ ટકા તૂટી ચૂક્યું છે. વળી, આ મહિનામાં નવ જાન્યુઆરી સુધી વિદેશી ફંડો ભારતમાં 59.5 કરોડ ડોલરની વેચવાલી કરી છે. છેલ્લાં બે વર્ષમાં ભારતીય શેરોએ મોટાં બજારોથી સારો દેખાવ કર્યો છે, કેમ કે રોગચાળાએ વ્યક્તિગત રોકાણકારોએ મોટા પાયે મૂડીરોકાણ કર્યું છે.