મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે પ્રારંભિક સમયગાળામાં ઘટાડો થયા બાદ ફુગાવાના આંકડા અને ઈટીએફના ફાઇલિંગને લગતા સમાચારને પગલે બજાર ઉછળ્યું હતું. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના ઘટકોમાંથી ટ્રોન, લાઇટકોઇન, બિટકોઇન અને બીએનબીમાં બે ટકા સુધીની વૃદ્ધિ થઈ હતી. યુનિસ્વોપ, કાર્ડાનો, શિબા ઇનુ અને પોલકાડોટ 1થી 3 ટકાની રેન્જમાં ઘટ્યા હતા.
દરમિયાન, સ્વિસ નેશનલ બેન્કે પોતાનો હોલસેલ સીબીડીસી પ્રોજેક્ટ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. બીજી બાજુ, હોંગકોંગની સૌથી મોટી એચએસબીસી બેન્કે પોતાના ગ્રાહકો બિટકોઇન અને ઈથેરિયમ ખરીદી શકે એ માટે ક્રીપ્ટો સર્વિસીસ શરૂ કરી છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.62 ટકા (249 પોઇન્ટ) વધીને 40,320 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,071 ખૂલીને 40,441ની ઉપલી અને 39,798 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.