આઇસી15 ઇન્ડેક્સ 83 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ અમેરિકામાં સ્ટોક્સ ફ્યુચર્સના ઉતાર-ચડાવ વચ્ચે ક્રીપ્ટોકરન્સી માર્કેટ સોમવારે ફ્લેટ રહી હતી. યુરોપ તથા અન્ય વિકસિત રાષ્ટ્રોમાં અર્થતંત્ર નબળું બની રહ્યું હોવાના સંકેતોને લીધે રોકાણકારોએ ડોલર અને સોનું એ સલામત ગણાતી એસેટ્સમાં રોકાણ વધારવાનું પસંદ કર્યું છે. જોકે, બિટકોઇન 19,000 ડોલરની સપાટી ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો.

બ્રિટિશ પાઉન્ડ ડોલરની સામે વિક્રમી નીચલી સપાટીએ પહોંચ્યો હતો. યુકેની સરકારે કરવેરામાં ઘટાડો કરવાની અને ખર્ચને પહોંચી વળવા માટે બોન્ડનું વેચાણ કરવાની જાહેરાત કરી છે.

દરમિયાન, સોનાના ભાવમાં વૃદ્ધિ અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે. ફેડરલ રિઝર્વે આગામી દિવસોમાં પણ વ્યાજદર વધારવાનું સ્પષ્ટ વલણ જાહેર કર્યું હોવાથી રોકાણકારો ચિંતિત છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.30 ટકા (83 પોઇન્ટ) ઘટીને 27,687 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 27,770 ખૂલીને 27,934 પોઇન્ટની ઉપલી અને 26,977 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
27,770 પોઇન્ટ 27,934 પોઇન્ટ 26,977 પોઇન્ટ 27,687 પોઇન્ટ

ડેટાનો સમયઃ 26-9-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)