મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ફરીથી ઘટાડો થવા લાગ્યો છે. ફુગાવાને કાબૂમાં રાખવા માટે આકરાં પગલાં લેવામાં આવશે એવી ભીતિની અસર પ્રમાણમાં વધુ જોખમ ધરાવતી એસેટ્સના રોકાણકારો પર થઈ છે.
ક્રીપ્ટોકરન્સી માર્કેટના બેન્ચમાર્ક આઇસી15ના ઘટકોમાંથી તમામ કોઇન્સમાં મંગળવારે ઘટાડો થયો હતો. ડોઝકોઇન, લાઇટકોઇન, ચેઇનલિંક અને શિબા ઇનુ મુખ્ય ઘટેલા કોઇન્સ હતા. માર્કેટનું કેપિટલાઇઝેશન 852 અબજ ડોલર પર પહોંચ્યું છે.
બીજી બાજુ, યુનાઇટેડ કિંગડમના નાણાં ખાતાએ ક્રીપ્ટોકરન્સીને નિયમન હેઠળ લાવવા માટેનું માળખું નક્કી કરવાની કવાયત શરૂ કરી દીધી છે. દરમિયાન, ઇન્ડોનેશિયાએ વિવિધ નાણાકીય અને અર્થતંત્રના વ્યવહારો માટે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી શરૂ કરવાનું વિચાર્યું છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.64 ટકા (690 પોઇન્ટ) ઘટીને 25,457 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 26,147 ખૂલીને 26,190ની ઉપલી અને 25,350 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
26,147 પોઇન્ટ | 26,190 પોઇન્ટ | 25,350 પોઇન્ટ | 25,457 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 6-12-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |
