આઇસી15 ઇન્ડેક્સ 76 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ અમેરિકામાં ગ્રાહક ભાવાંક જાહેર થવા પૂર્વે સાવચેતીરૂપે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં વોલેટિલિટી જોવા મળી હતી અને માર્કેટનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15 ફ્લેટ રહ્યો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી ટ્રોન, શિબા ઇનુ, એક્સઆરપી અને લાઇટકોઇન બે ટકા સુધીની રેન્જમાં વધ્યા હતા. પોલીગોન, કાર્ડાનો, અવાલાંશ અને બીએનબીમાં 1થી 3 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

દરમિયાન, જર્મનીની ફિનટેક સ્ટાર્ટઅપ કંપની – અનસ્ટોપેબલ ફાઇનાન્સે યુરોપની પ્રથમ ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનાન્સ બેન્ક અને યુરોના મૂલ્ય સાથે સંકળાયેલો સ્ટેબલકોઇન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. બીજી બાજુ, ક્રીપ્ટોકરન્સી માઇનિંગ કંપની – મેરેથોન ડિજિટલે અબુધાબીસ્થિત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની – ઝીરો ટુ સાથે સહકાર સાધ્યો છે. આ કંપનીઓ મધ્ય પૂર્વના દેશોમાં મોટા પાયે બિટકોઇન માઇનિંગનું કામકાજ કરશે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.20 ટકા (76 પોઇન્ટ) ઘટીને 37,969 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,045 ખૂલીને 38,219ની ઉપલી અને 37,807 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.