આઇસી15 ઇન્ડેક્સ 598 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15ના ઘટકોમાંથી શુક્રવારે પોલીગોન, અવાલાંશ, સોલાના અને ડોઝકોઇનમાં બેથી પાંચ ટકાનો ઘટાડો થયો હતો. પોલકાડોટ, શિબા ઇનુ અને ટ્રોનમાં વધારો થયો. માર્કેટ કેપિટલાઇઝેશન 1.076 ટ્રિલ્યન ડોલર રહ્યું હતું.

દરમિયાન, ઇન્ડોનેશિયા આગામી જૂન મહિના સુધીમાં રાષ્ટ્રીય ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ સ્થાપવાનું આયોજન ધરાવે છે. સરકાર એક્સચેન્જના સભ્યપદ માટે કંપનીઓની પાત્રતા ચકાસી રહી છે. બીજી બાજુ, ભારતની સૌથી મોટી રીટેલ સ્ટોર કંપની રિલાયન્સ રીટેલે ડિજિટલ રૂપી (ઈ-રૂપિ)નો સ્વીકાર કરવાની જાહેરાત કરી છે. એણે આ કાર્યમાં આઇસીઆઇસીઆઇ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક તથા અન્યોની સહાય લીધી છે. ઈ-કોમર્સ કંપની – ઈબે પણ વેબ3માં અને એનએફટીમાં બિઝનેસ વધારવાનો વિચાર કરી રહી છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.75 ટકા (598 પોઇન્ટ) ઘટીને 33,570 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,168 ખૂલીને 34,784ની ઉપલી અને 33,446 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]