મુંબઈઃ ક્રિસમસની રજાઓ પૂર્વેની સ્થિતિમાં રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ કરવાને પગલે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે નોંધનીય ઘટાડો થયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.61 ટકા (21 પોઇન્ટ) ઘટીને 51,285 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 53,203 ખૂલીને 53,768ની ઉપલી અને 51,145 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ કોઇન ઘટ્યા હતા, જેમાંથી અવાલાંશ 11.66 ટકાના ઘટાડા સાથે ટોચનો ઘટનાર કોઇન હતો. શિબા ઇનુ, યુનિસ્વોપ, કાર્ડાનો અને પોલીગોનમાં 8થી 10 ટકાની રેન્જમાં ઘટાડો નોંધાયો હતો.
દરમિયાન, સાયબર ડોટ ફંડ નામની રોકાણકાર કંપનીએ બ્લોકચેઇન પ્રોજેક્ટ્સ માટે 100 મિલ્યન ડોલરનું ફંડ ઊભું કર્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો સમન્વય કરવા માટે આ પ્રોજેક્ટ્સ હેઠળ કામ થશે.