મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે ઘટાડો થયો હતો. માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15ના ઘટકોમાંથી ચેઇનલિંક, લાઇટકોઇન અને પોલકાડોટને બાદ કરતાં બધા કોઈન ઘટ્યા હતા.
દરમિયાન, અમેરિકન સંસદનાં બન્ને ગૃહો મળીને દેશમાં ડિજિટલ એસેટ માર્કેટનું પુનઃગઠન કરવા માટેનાં ધારાધોરણો ઘડવાનું કાર્ય કરી રહ્યાં છે. બીજી બાજુ, અબુ ધાબી ગ્લોબલ માર્કેટ ઓથોરિટીનું ડિજિટલ લેજર ટેક્નોલોજી માટેનું પ્રસ્તાવિત કાનૂની માળખું વૈશ્વિક રોકાણકારોને આકર્ષિત કરશે. ઉપરાંત, ઝિમ્બાબ્વેની રિઝર્વ બેન્ક સોનાનું સમર્થન ધરાવતી ડિજિટલ કરન્સી શરૂ કરવા માગે છે. અર્થતંત્રની સ્થિરતા માટે આ કરન્સી કાનૂની ચલણ તરીકે ઉપયોગી થશે એવું એનું કહેવું છે. ચીનનાના ચાંગશુ શહેરમાં સરકારી કર્મચારીઓનો પગાર મે 2023થી ડિજિટલ યુઆનમાં આપવાનો પ્રયોગ શરૂ થઈ રહ્યો છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.45 ટકા (174 પોઇન્ટ) ઘટીને 37,896 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,070 ખૂલીને 38,423ની ઉપલી અને 37,724 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
