મુબઈઃ અમેરિકામાં જેકસન હોલ મીટિંગને અંતે ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલનું વક્તવ્ય થવાનું છે તેની પહેલાં ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હતું. તેને પગલે બિટકોઇન 21,000 ડોલરની આસપાસ રહ્યો હતો.
શુક્રવારે અમેરિકન શેરબજાર ફ્લેટ રહ્યું હતું. ફેડરલ રિઝર્વ વ્યાજદર બાબતે કયું વલણ જાહેર કરે છે એના પર સૌની મીટ મંડાયેલી છે. જેરોમ પોવેલના નિવેદન પૂર્વે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમ છેલ્લા 24 કલાકના ગાળામાં ત્રણ ટકા કરતાં વધુ પ્રમાણમાં ઘટ્યું હતું.
અગાઉ, 3 વર્ષે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.82 ટકા (582 પોઇન્ટ) ઘટીને 31,437 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 32,018 ખૂલીને 32,170ની ઉપલી અને 31,246 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
32,018 પોઇન્ટ | 32,170 પોઇન્ટ | 31,246 પોઇન્ટ | 31,437 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 26-8-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |