મુંબઈઃ દુનિયાભરમાં પ્રવર્તમાન મેક્રોઈકોનોમિક અનિશ્ચિતતાના વાતાવરણમાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘસારો લાગી રહ્યો છે. અમેરિકાની કેન્દ્રીય બેન્ક હજી પણ ફુગાવાને કાબૂમાં રાખવા માટે મથી રહી છે. આવામાં રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવ્યું છે. આઇસી15 ઇન્ડેક્સના ઘટકોમાંથી ચેઇનલિંક, ડોઝકોઇન, લાઇટકોઇન અને સોલાના ઘટ્યા હતા, જેમાં 2થી 4 ટકાનો ઘટાડો થયો હતો. ફક્ત ટ્રોનમાં 0.28 ટકાનો વધારો થયો હતો. માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને 840 અબજ ડોલર થયું હતું.
નાઇજિરિયામાં સરકારે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીનો ઉપયોગ વધે એ માટે એટીએમમાંથી દર અઠવાડિયા ફક્ત 225 ડોલરનો ઉપાડ કરવાની મર્યાદા નક્કી કરી છે. નોંધનીય છે કે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીનો સંપૂર્ણપણે અમલ કરનારો નાઇજિરિયા વિશ્વનો પ્રથમ દેશ છે.
બ્લોકસ્ટ્રીમ નામની કંપની સૌરઊર્જાની મદદથી ચાલનારી ક્રીપ્ટોકરન્સી માઇનિંગની ક્ષમતા વધારવા માટેનાં નાણાં મેળવવા વધુ મૂડી લેવા માગે છે. તેણે જેક ડોરસીની કંપની બ્લોક સાથે સહયોગ સાધ્યો છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.31 ટકા (334 પોઇન્ટ) ઘટીને 25,123 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 25,457 ખૂલીને 25,815ની ઉપલી અને 24,918 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
25,457 પોઇન્ટ | 25,815 પોઇન્ટ | 24,918 પોઇન્ટ | 25,123 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 7-12-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |