નવી દિલ્હીઃ ટેલિકોમ કંપની હુવૈઈને ભારતીય એરટેલના ટ્રાન્સમિશન નેટવર્કના મેઇનટેઇનન્સ માટે આશરે રૂ. 150 કરોડનો ઓર્ડર મળ્યો છે, એમ એક સૂત્રએ માહિતી આપી હતી. આ ઓર્ડર હુવૈઈ અને એરટેલની વચ્ચે હાલના સોદાનો ભાગ છે અને ટેલિકોમ્યુનિકેશન પર રાષ્ટ્રીય સુરક્ષાના નિર્દેશ અનુરૂપ છે. જે જૂના કરારને ચાલુ રાખવાની મંજૂરી આપે છે.
જોકે હુવૈઇને આપવામાં આવેલો રૂ. 150 કરોડનો ઓર્ડર ઓછો છે, એમ સૂત્રોએ કહ્યું હતું. જોકે ભારતી એરટેલ અને હુવૈઇએ આ બાબતે મોકલેલો ઈમેઇલનો હજી જવાબ નથી આપ્યો.